Landmark

Manekvada — the "Mal" Shrine & Bhikhudan Gadhvi's Village

The Charan village of Manekvada is known for the folk tale "Simade sarap chirano": a snake that settled the boundary dispute between Magharvada and Manekvada was split on a kerda tree, and its shrine, called "Mal", across the river is still worshipped. The celebrated folk artist Padma Shri Bhikhudan Gadhvi was born here.

About

Type
Landmark
from Keshod (by road)
11 km
Time
9 min drive
straight-line
10.1 km
Direction
North from Keshod
Coordinates
21.3904, 70.2717

Open in Google Maps Directions from Keshod

Map

From Wikipedia

સ્થાનીય લોકબોલીમાં "સીમાડે સરપ ચિરાણો" તેવો રૂઢિ પ્રયોગ પ્રચલિત છે. તે પાછળની કથામાં આ ગામનો ઉલ્લેખ આવે છે. તે કથા અનુસાર મઘરવાડા અને માણેકવાડા નામનાં ચારણ લોકોનાં બે ગામ વચ્ચે સીમાડાનો કજિયો હતો. વિવાદને ચાલતે બન્ને ગામના લોકોમાંથી કોઈ પણ નમતું આપવા તૈયાર ન હોવાથી જરીફો આવતા ત્યારે સીમાડા નક્કી કરી ન શકાતા. આવા જ એક સમયે જ્યારે જરીફો ત્યાં આવ્યા ત્યારે વિવાદ લડાઈ સુધી વણસી પડ્યો. તે સમયે ત્યાંથી એક સાપ પસાર થયો અને લોકોએ તેમને દેવતા માની સીમાડા નક્કી કરવા વિનંતિ કરી. સાપે પોતાની વક્ર ગતિ છોડી સીધી સીમા નક્કી કરી આપી, પણ વચ્ચે તેમના વડવાઓએ રોપેલ એક કેરડાનું વૃક્ષ આવ્યું. જો તે કેરડાની બાજુએથી પસાર થાય તો બે માંથી એક ગામને અન્યાય થવાનો સંભવ હતો આથી સાપ તે ઝાડ પર ટોચ સુધી ચડ્યો. ટોચ પરનો ઠુંઠો નાગની ફેણમાં ભરાયો, આથી વૃક્ષ પર ઉતરતા તે સાપના બે ચીરા પડી ગયા. અને "સીમાડે સરપ ચિરાણો" એવી લોકવાયકા બની. માણેકવાડા ગામની નદીને સામે તીર એ સર્પની દેરી છે. લોકો ‘માલ’ નામે ઓળખે છે. ઘણાં કાઠિયાવાડી કુટુંબોના એ કુલદેવતા છે, વર-કન્યાની છેડાછેડી પણ ત્યાં જઈને છોડાય છે.

જાણીતા ડાયરો કલાકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીનો જન્મ આ ગામમાં થયો હતો.

Source: Wikipedia (CC BY-SA 4.0)

Other places nearby

See all →

Weather in Manekvada — the "Mal" Shrine & Bhikhudan Gadhvi's Village

Loading…

More: Landmark