માણેકવાડા — “માળ” સ્થાનક અને ભીખુદાન ગઢવીનું ગામ
ચારણોનું ગામ માણેકવાડા લોકસાહિત્યની “સીમાડે સરપ ચિરાણો” કથા માટે જાણીતું છે — મઘરવાડા અને માણેકવાડા વચ્ચેની સીમા નક્કી કરતો સાપ કેરડાના ઝાડ પર ચિરાયો, અને તેનું “માળ” નામનું સ્થાનક નદીની સામે પાર આજે પણ પૂજાય છે. જાણીતા લોકકલાકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીનો જન્મ આ ગામમાં થયો હતો.
વિશે
- પ્રકાર
- જાણીતું સ્થળ
- કેશોદથી (રસ્તા માર્ગે)
- ૧૧ કિમી
- સમય
- ૯ મિનિટ ડ્રાઇવ
- સીધું અંતર
- ૧૦.૧ કિમી
- દિશા
- ઉત્તર કેશોદથી
- અક્ષાંશ-રેખાંશ
- ૨૧.૩૯૦૪, ૭૦.૨૭૧૭
નકશો
વિકિપીડિયા અનુસાર
સ્થાનીય લોકબોલીમાં "સીમાડે સરપ ચિરાણો" તેવો રૂઢિ પ્રયોગ પ્રચલિત છે. તે પાછળની કથામાં આ ગામનો ઉલ્લેખ આવે છે. તે કથા અનુસાર મઘરવાડા અને માણેકવાડા નામનાં ચારણ લોકોનાં બે ગામ વચ્ચે સીમાડાનો કજિયો હતો. વિવાદને ચાલતે બન્ને ગામના લોકોમાંથી કોઈ પણ નમતું આપવા તૈયાર ન હોવાથી જરીફો આવતા ત્યારે સીમાડા નક્કી કરી ન શકાતા. આવા જ એક સમયે જ્યારે જરીફો ત્યાં આવ્યા ત્યારે વિવાદ લડાઈ સુધી વણસી પડ્યો. તે સમયે ત્યાંથી એક સાપ પસાર થયો અને લોકોએ તેમને દેવતા માની સીમાડા નક્કી કરવા વિનંતિ કરી. સાપે પોતાની વક્ર ગતિ છોડી સીધી સીમા નક્કી કરી આપી, પણ વચ્ચે તેમના વડવાઓએ રોપેલ એક કેરડાનું વૃક્ષ આવ્યું. જો તે કેરડાની બાજુએથી પસાર થાય તો બે માંથી એક ગામને અન્યાય થવાનો સંભવ હતો આથી સાપ તે ઝાડ પર ટોચ સુધી ચડ્યો. ટોચ પરનો ઠુંઠો નાગની ફેણમાં ભરાયો, આથી વૃક્ષ પર ઉતરતા તે સાપના બે ચીરા પડી ગયા. અને "સીમાડે સરપ ચિરાણો" એવી લોકવાયકા બની. માણેકવાડા ગામની નદીને સામે તીર એ સર્પની દેરી છે. લોકો ‘માલ’ નામે ઓળખે છે. ઘણાં કાઠિયાવાડી કુટુંબોના એ કુલદેવતા છે, વર-કન્યાની છેડાછેડી પણ ત્યાં જઈને છોડાય છે.
જાણીતા ડાયરો કલાકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીનો જન્મ આ ગામમાં થયો હતો.
નજીકનાં બીજાં સ્થળો
બધું જુઓ →માણેકવાડા — “માળ” સ્થાનક અને ભીખુદાન ગઢવીનું ગામનું હવામાન
લોડ થઈ રહ્યું છે…
બીજાં જાણીતું સ્થળ
- અક્ષયગઢ ડુંગર
- કેશોદ માર્કેટિંગ યાર્ડ (APMC) ૦ કિમી
- તાલાળા — કેસર કેરીનું બજાર ૪૦ કિમી
- વેરાવળ બંદર અને દીવાદાંડી ૪૫ કિમી
- ઓશો આશ્રમ, માધવપુર ૨૪ કિમી
- માંગરોળ બંદર અને જૂનું શહેર ૨૬ કિમી
- સૂરજ ફન વર્લ્ડ, જૂનાગઢ ૩૧ કિમી
- ભારત મંદિર, પોરબંદર ૭૭ કિમી
- તારા મંદિર (પ્લેનેટેરિયમ), પોરબંદર ૭૭ કિમી
- INS ખુકરી સ્મારક અને મ્યુઝિયમ, દીવ ૧૦૦ કિમી
- સી શેલ મ્યુઝિયમ, દીવ ૯૬ કિમી



