કેશોદ વિશે

કેશોદ ગુજરાતના જૂનાગઢ જિલ્લાનું શહેર અને તાલુકા મથક છે. હવાઈમથક, રેલવે સ્ટેશન, મોટું માર્કેટિંગ યાર્ડ અને મગફળી-તેલ ઉદ્યોગ માટે જાણીતું આ શહેર સોમનાથ, ગીર અને જૂનાગઢ જવા માટે મહત્વનું કેન્દ્ર છે.

અક્ષયગઢ ડુંગર, કેશોદ
ફોટો: Tarang Joshi, CC BY-SA 4.0

એક નજરે કેશોદ

જિલ્લો
જૂનાગઢ
રાજ્ય
ગુજરાત
ગામ
૫૩
તાલુકાની વસ્તી
૧,૯૪,૭૪૬ (વસ્તી ગણતરી ૨૦૧૧ · છેલ્લી સત્તાવાર)
ક્ષેત્રફળ
૫૫૬.૬ ચો. કિમી
પિન કોડ
૩૬૨૨૨૦
એરપોર્ટ
કેશોદ એરપોર્ટ (IXK)
રેલવે સ્ટેશન
કેશોદ (KSD)
વાહન નોંધણી (RTO)
GJ-11
જાતિ પ્રમાણ
૯૪૩
સાક્ષરતા
૭૮.૬૮%
સમુદ્ર સપાટીથી ઊંચાઈ
૪૨ મીટર

કેશોદનું નામ અને ઇતિહાસ

કેશોદ નામ કેવી રીતે પડ્યું?

કેશોદ તાલુકાના જાણકારોમાં પ્રચલિત લોકવાયકા મુજબ, પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીએ કેશોદથી આશરે ૩ કિમી દૂર તોરણીયા પાસે વહેતી નાની નદીમાં માનતા પૂરી કરવા પોતાના કેશ (વાળ) ધોયા હતા. તેથી આ વિસ્તાર “કેશ ઉદક” (કેશ ધોવાનું પાણી) તરીકે ઓળખાતો, અને સમય જતાં આ શબ્દ અપભ્રંશ થઈને “કેશોદ” બન્યો. [1]

નોંધ: આ લોકકથા છે — નામના મૂળ વિશે કોઈ દસ્તાવેજી ઐતિહાસિક પુરાવો કે સરકારી ગેઝેટિયરનો ઉલ્લેખ અમને મળ્યો નથી. બીજી કોઈ પ્રચલિત વાયકા કે પુરાવો હોય તો સ્ત્રોત સાથે WhatsApp કરો.

ઇતિહાસની મુખ્ય ઘટનાઓ

  1. ૧૭૩૦–૧૯૪૮

    આઝાદી પહેલાં કેશોદ જૂનાગઢ રજવાડાનો ભાગ હતું; જૂનાગઢ પર બાબી વંશના નવાબોનું શાસન હતું (નવાબોની યાદી નીચે છે). [2]

  2. ૧૯૩૦નો દાયકો

    જૂનાગઢના નવાબ મહાબતખાનજી ત્રીજાએ પોતાના ખાનગી ઉપયોગ માટે કોટડિયા અને વણપરિયા પટેલ પરિવારોની જમીન સંપાદિત કરી કેશોદ હવાઈમથક બંધાવ્યું. [3]

  3. ૧૯૪૭

    ૧૫ ઓગસ્ટે નવાબે જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ જાહેર કર્યું અને ૧૬ સપ્ટેમ્બરે પાકિસ્તાને તે સ્વીકાર્યું. નવાબ કેશોદ હવાઈમથકથી જ પાકિસ્તાન ચાલ્યા ગયા. [4] [5]

  4. ૧૯૪૮

    લોકમતમાં જૂનાગઢના લોકોએ ભારે બહુમતીથી ભારત સાથે રહેવાનું પસંદ કર્યું; પછી આ વિસ્તાર સૌરાષ્ટ્ર રાજ્યનો ભાગ બન્યો. [6]

  5. ૧૯૫૨

    પહેલી ચૂંટણીમાં કેશોદ બેઠક પરથી રતુભાઈ અદાણી સૌરાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયા. [7]

  6. ૧૯૫૬ અને ૧૯૬૦

    સૌરાષ્ટ્ર રાજ્ય ૧૯૫૬માં મુંબઈ રાજ્યમાં ભળ્યું, અને ૧ મે ૧૯૬૦થી કેશોદ ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો ભાગ છે. [8]

  7. ૧૯૮૦ના દાયકાના અંતે – ૨૦૦૦

    હવાઈમથક નિયમિત વિમાન સેવા માટે ફરી શરૂ થયું; છેલ્લી નિયમિત ફ્લાઇટ ઓક્ટોબર ૨૦૦૦માં ઊડી. [9]

  8. ૨૦૨૨

    ૧૨ માર્ચ ૨૦૨૨થી UDAN યોજના હેઠળ કેશોદ હવાઈમથકથી ફરી વ્યાપારી વિમાન સેવા શરૂ થઈ. [10]

જૂનાગઢના નવાબ — કોણે ક્યારથી ક્યાં સુધી રાજ કર્યું

સમયગાળોનવાબ
૧૭૩૦–૧૭૫૮મોહમ્મદ બહાદુરખાનજી પહેલા (શેરખાનજી બાબી)
૧૭૫૮–૧૭૭૪મોહમ્મદ મહાબતખાન પહેલા
૧૭૭૪–૧૮૧૧મોહમ્મદ હામિદખાન પહેલા
૧૮૧૧–૧૮૪૦મોહમ્મદ બહાદુરખાન બીજા
૧૮૪૦–૧૮૫૧મોહમ્મદ હામિદખાન બીજા
૧૮૫૧–૧૮૮૨મોહમ્મદ મહાબતખાન બીજા
૧૮૮૨–૧૮૯૨મોહમ્મદ બહાદુરખાન ત્રીજા
૧૮૯૨–૧૯૧૧મોહમ્મદ રસૂલખાન
૧૯૧૧–૧૯૪૮મોહમ્મદ મહાબતખાન ત્રીજા (છેલ્લા નવાબ)

સ્ત્રોત: [11] આઝાદી પછી: ૧૯૪૮–૧૯૫૬ સૌરાષ્ટ્ર રાજ્ય, ૧૯૫૬–૧૯૬૦ મુંબઈ રાજ્ય, ૧ મે ૧૯૬૦થી ગુજરાત રાજ્ય. કેશોદના અત્યાર સુધીના ધારાસભ્યોની યાદી →

કેશોદ શેના માટે જાણીતું છે?

કેશોદ હવાઈમથક (IXK)

જૂનાગઢ જિલ્લાનું એકમાત્ર હવાઈમથક, જે સોમનાથ અને સાસણ ગીર માટે નજીકનું છે. ૧૯૪૭માં જૂનાગઢના નવાબ અહીંથી જ પાકિસ્તાન ગયા હતા. [12] [13]

વધુ વાંચો →

મગફળી અને તેલ મિલો

કેશોદમાં ૧૫૦થી વધુ મગફળી તેલની મિલો છે; સીંગતેલ અહીંનું મુખ્ય ઉત્પાદન છે. કેશોદ APMC યાર્ડ મગફળીના મોટા વેપાર માટે જાણીતું છે અને Agmarknet પર તેના દૈનિક ભાવ નોંધાય છે. [14] [15]

કેશોદ APMC માર્કેટ યાર્ડ →

છકડા રિક્ષા

સૌરાષ્ટ્રનાં ગામડાંનું જાણીતું વાહન “છકડો” કેશોદમાં મોટા પાયે બને છે — કેશોદ છકડા ઉત્પાદન માટે પ્રખ્યાત છે. [16]

ફર્નિચર ઉદ્યોગ

શહેરમાં ૩૦૦થી વધુ નાના-મોટા ફર્નિચર ઉત્પાદન એકમો કાર્યરત છે. [17]

કાપડ બજાર

કેશોદનું કાપડ બજાર આસપાસના તાલુકાના લોકો માટે રિટેલ ખરીદીનું કેન્દ્ર છે. [18]

ગુજરાતની સૌથી મોટી ટીબી હોસ્પિટલ

રાજ્યની સૌથી મોટી ક્ષય (TB) હોસ્પિટલ કેશોદમાં આવેલી છે. [19]

હોસ્પિટલો અને સેવાઓ →

અક્ષયગઢ ડુંગર

શહેરથી આશરે ૩ કિમી દૂર, લગભગ ૨૫૦ મીટર ઊંચો ડુંગર — ફરવા અને નજારો જોવાનું સ્થાનિક સ્થળ. [20]

વધુ વાંચો →

કેસર કેરી

તાલુકાનાં કેટલાંક ગામ ગીર વિસ્તારમાં આવે છે, જે સિંહ અને “ગીર કેસર” કેરી માટે પ્રખ્યાત છે. ગીર કેસરને ૨૦૧૧માં GI ટેગ મળ્યો છે; નજીકનું તાલાળા તેનું મુખ્ય બજાર છે. [21] [22]

સાસણ ગીર →

ઘેડ પંથક

કેશોદ, માંગરોળ અને પોરબંદર વચ્ચેનો નીચાણવાળો ઘેડ પ્રદેશ ચોમાસામાં ઓઝત સહિતની નદીઓનાં પાણીથી છલકાય છે; આ કાંપવાળી જમીન ખેતી માટે ફળદ્રુપ છે. [23] [24]

વધુ વાંચો →

સ્વામિનારાયણ ઇતિહાસ — પંચાળા

ભગવાન સ્વામિનારાયણે પંચાળામાં રાસોત્સવ કર્યો હતો અને તિલક-ચાંદલાની પરંપરા અહીંથી શરૂ થઈ. [25]

વધુ વાંચો →

બાલાગામ — દાસારામ અને વાસંગદેવી

બાલાગામમાં માર્ગી સાધુઓના દાસ બાવાનું મંદિર તથા વડનગરા નાગર બ્રાહ્મણોની કુળદેવી વાસંગદેવીનું મંદિર છે. [26]

વધુ વાંચો →

રેલવે અને બસ જંક્શન

વેરાવળ–જૂનાગઢ–રાજકોટ રેલવે લાઇન પરનું સ્ટેશન અને GSRTC બસ સ્ટેન્ડ — સોમનાથ/ગીર જતા યાત્રિકો માટે અનુકૂળ મથક. [27]

ટ્રેન અને બસ સમય →

કેશોદ પંથકના જાણીતા લોકો

કેશોદ પંથકમાં જન્મેલા, અહીંના વતની કે અહીં કાર્ય કરી ગયેલા જાણીતા લોકો અને સંતો — નામ પાસેનો [1] જેવો નંબર તેનો સ્ત્રોત છે. હાલના ધારાસભ્ય-સાંસદ "ધારાસભ્ય અને સાંસદ" પાના પર છે. કોઈ નામ ઉમેરવું કે સુધારવું હોય તો WhatsApp કરો.

કેશોદ તાલુકો

ગોવિંદભાઈ પટેલ

ગુજરાતી ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક

વતન: કેશોદ

સ્ત્રોત: [29] [30]

ગોકુલદાસ રાયચુરા

કવિ, નવલકથાકાર અને લોકસાહિત્યના સંશોધક (૧૮૯૦–૧૯૫૧)

જન્મ: બાલાગામ (તા. કેશોદ)

સ્ત્રોત: [31]

ચિરાગ પાઠક

ક્રિકેટર — સૌરાષ્ટ્ર ટીમ (ફર્સ્ટ-ક્લાસ)

જન્મ: કેશોદ

સ્ત્રોત: [32]

રતુભાઈ અદાણી

  • પૂરું નામ રતુભાઈ મૂળશંકર અદાણી; જન્મ ૧૩ એપ્રિલ ૧૯૧૪
  • ૧૯૩૦માં ધોલેરા સત્યાગ્રહમાં બે વર્ષની જેલ; ૧૯૩૬થી તરવડા (અમરેલી પાસે)માં ગ્રામોદ્ધારનું કામ; ૧૯૪૨માં કાઠિયાવાડ ક્રાંતિદળની રચના
  • ૧૯૪૭માં જૂનાગઢની આરઝી હકૂમતની લોકસેનાના સરસેનાપતિ
  • ૧૯૫૨માં કેશોદથી સૌરાષ્ટ્ર વિધાનસભામાં, ઉછરંગરાય ઢેબરના મંત્રીમંડળમાં પંચાયત, સહકાર, આયોજન, ખેતી, પશુપાલન, ખાદી ખાતાંના મંત્રી
  • મુંબઈ રાજ્યમાં દારૂબંધી, ગ્રામ પંચાયત અને કુટિર ઉદ્યોગ મંત્રી (૧૯૫૬–૧૯૬૦); ઉનાના ધારાસભ્ય (૧૯૫૭, ૧૯૬૨, ૧૯૭૨)
  • ગુજરાતમાં ડૉ. જીવરાજ મહેતાના મંત્રીમંડળમાં પંચાયત, સહકાર, કુટિર ઉદ્યોગ, બાંધકામ અને સિંચાઈ મંત્રી (૧૯૬૦–૧૯૬૩); ૧૯૭૨માં ઘનશ્યામ ઓઝાના મંત્રીમંડળમાં ફરી મંત્રી
  • ૧૯૭૦ના દાયકાના અંતે ગુજરાતમાં કોંગ્રેસ (ઇન્દિરા)ના પ્રદેશ પ્રમુખ; ડિસેમ્બર ૧૯૮૨માં 'રાષ્ટ્રીય કોંગ્રેસ' પક્ષ સ્થાપ્યો
  • નિવૃત્તિ પછી કેશોદની ક્ષયનિવારણ સમિતિ અને સોરઠ ગ્રામવિકાસ સમિતિના પ્રમુખ
  • પુસ્તકો: 'દીઠું મેં ગામડું આ', 'સત્યાગ્રહના સમરાંગણમાં' (ભાગ ૧–૨)
  • અવસાન ૫ સપ્ટેમ્બર ૧૯૯૭, રાજકોટ

કેશોદ સાથે સંબંધ: ૧૯૫૨માં કેશોદ બેઠક પરથી સૌરાષ્ટ્ર વિધાનસભાના સભ્ય

સ્ત્રોત: [33] [34] [35] [36] [37] [38] [39] [40] [41]

સંતો, માતાજી અને ધામ

આઈ શ્રી સોનલ મા

ચારણ સમાજમાં આઈ (માતાજી) તરીકે પૂજાય છે; સમાજ સુધારક

ધામ: મઢડા (તા. કેશોદ)

સ્ત્રોત: [42]

સંત શ્રી કેશવ કલીમલહારી બાપુ

સંત — તેમની મઢી (આશ્રમ) પર દર વર્ષે પુણ્યતિથિ મહોત્સવ થાય છે

આશ્રમ: અજાબ (તા. કેશોદ)

સ્ત્રોત: [45]

સંત શ્રી બ્રહ્મચારી બાપુ

સંત

આશ્રમ: અલીધ્રા (તા. મેંદરડા)

નજીકના તાલુકા

કે. કા. શાસ્ત્રી

ગુજરાતી ભાષાના વિદ્વાન, વ્યાકરણશાસ્ત્રી અને લેખક (૧૯૦૫–૨૦૦૬)

જન્મ: માંગરોળ

સ્ત્રોત: [49] [50]

રુસ્વા મઝલૂમી

ગુજરાતી ગઝલકાર કવિ (૧૯૧૫–૨૦૦૮)

જન્મ: માંગરોળ

સ્ત્રોત: [51]

અબ્દુલ સત્તાર ઈધી

વિશ્વવિખ્યાત સમાજસેવક, ઈધી ફાઉન્ડેશનના સ્થાપક (૧૯૨૮–૨૦૧૬)

જન્મ: બાંટવા (તા. માણાવદર)

સ્ત્રોત: [52]

વિષ્ણુ પંડ્યા

ગુજરાતી લેખક, પત્રકાર અને ઇતિહાસકાર

જન્મ: માણાવદર

સ્ત્રોત: [55]

પૂતળીબાઈ ગાંધી

મહાત્મા ગાંધીનાં માતા

વતન: દાત્રાણા (તા. મેંદરડા)

સ્ત્રોત: [56]

મહાત્મા ગાંધી

ભારતના સ્વાતંત્ર્ય આંદોલનના નેતા, રાષ્ટ્રપિતા (૧૮૬૯–૧૯૪૮)

જન્મ: પોરબંદર

સ્ત્રોત: [57] [58]

ન્યાયમૂર્તિ રશ્મિન છાયા

ગૌહાટી હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ

જન્મ: વેરાવળ

સ્ત્રોત: [59]

પરવીન બાબી

હિન્દી ફિલ્મ અભિનેત્રી (૧૯૫૪–૨૦૦૫)

જન્મ: જૂનાગઢ

સ્ત્રોત: [60]

જીતુભાઈ દ્વારકાવાળા

ગુજરાતી હાસ્ય કલાકાર અને ફિલ્મ અભિનેતા

જન્મ: નરેડી (તા. વંથલી)

સ્ત્રોત: [61]

પિંગળશી ગઢવી

લોકગાયક અને લોકસાહિત્યકાર

જન્મ: છત્રાવા (તા. કુતિયાણા)

સ્ત્રોત: [62]

કેશુભાઈ પટેલ

ભાજપ ૨૦૧૨માં ગુજરાત પરિવર્તન પાર્ટી

  • ગુજરાતના મુખ્યમંત્રી (૧૯૯૫; ૧૯૯૮–૨૦૦૧) અને નાયબ મુખ્યમંત્રી (૧૯૯૦)
  • ધારાસભ્ય — ટંકારાથી ૧૯૯૦, વિસાવદરથી ૧૯૯૫, ૧૯૯૮ અને ૨૦૧૨
  • રાજકોટના સાંસદ (૧૯૭૭)
  • રાજ્યસભા (૨૦૦૨–૨૦૦૮)
  • ૨૦૧૨માં ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી અને તેમાંથી વિસાવદરના ધારાસભ્ય
  • શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ (૨૦૨૦ સુધી)
  • પદ્મભૂષણ (૨૦૨૧, મરણોત્તર)
  • જીવનકાળ: ૧૯૨૮–૨૦૨૦

જન્મ: વિસાવદર

સ્ત્રોત: [63] [64] [65] [66]

ખેતી, પાક અને ફળ

ખેતી કેશોદ તાલુકાનો સૌથી મોટો રોજગાર છે. મગફળી અને કપાસ સૌથી મહત્વના પાક છે [68]; ગુજરાતી વિકિપીડિયાના ગામ-લેખો મુજબ તાલુકાનાં ગામોમાં નીચેના પાક મુખ્યત્વે થાય છે [69]:

  • કપાસ
  • ઘઉં
  • જીરુ
  • તલ
  • બાજરી
  • ચણા
  • દિવેલી
  • રજકો
  • મગફળી

આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં નીચેના પાક પણ થાય છે [67]:

કઠોળ અને ધાન્ય

  • મગ
  • અડદ
  • તુવેર
  • જુવાર
  • શેરડી

શાકભાજી અને મસાલા

  • લસણ
  • ડુંગળી
  • ટામેટાં
  • મેથી

ફળ અને બાગાયત

  • કેરી
  • ચીકુ
  • કેળાં
  • બોર
  • નાળિયેર

ફળ અને બાગાયત: ગીર પટ્ટાનાં ગામોમાં કેસર કેરી થાય છે — “ગીર કેસર” ને ૨૦૧૧માં ભૌગોલિક સંકેત (GI) મળ્યો છે અને નજીકનું તાલાળા તેનું મુખ્ય યાર્ડ છે [70] [71]. દરિયાકાંઠાના માંગરોળ–ચોરવાડ પટ્ટામાં નાળિયેરીની ખેતી જાણીતી છે [72]. તાલુકામાં પશુપાલન અને દૂધ મંડળીઓ (ડેરી) લગભગ દરેક ગામમાં છે [73].

ભાવ માટે બજાર ભાવ પાનું જુઓ. ગામદીઠ પાક અને સુવિધાની માહિતી દરેક ગામના પાના પર છે.

કેશોદ અને આસપાસની નદીઓ — નકશા સાથે

કેશોદ તાલુકામાંથી ઓઝત અને સાબલી નદી પસાર થાય છે, તાલુકાનો ઘેડ પંથક ઓઝત અને મધુવંતીના મુખ પ્રદેશથી બન્યો છે અને મેઘલ નદીનો સ્ત્રાવ વિસ્તાર પણ તાલુકામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં ઓઝત, મધુવંતી, હીરણ, મચ્છુન્દ્રી, શિંગાડા, રાવલ, ઉબેણ, સોનરખ, સાબલી અને મેઘલ જેવી મોટી નદીઓ છે [74]. નીચે દરેક નદીની સ્ત્રોત સાથેની માહિતી છે. નકશામાં નદી ક્યાંથી ક્યાં સુધી વહે છે તે દેખાય છે — રેખા પર ટચ કરવાથી નદીનું નામ દેખાશે.

  • ઓઝત નદી
  • સાબલી નદી
  • મધુવંતી નદી
  • ઉબેણ નદી
  • હીરણ નદી

ઓઝત નદી

નીકળે
વિસાવદર પાસેથી (વિકિપીડિયા); કેન્દ્રીય ભૂગર્ભ જળ બોર્ડ મુજબ ભેંસાણ તાલુકાના મેરવાડા ગામ પાસેથી
વહે
જૂનાગઢ પંથકમાંથી; કેશોદ તાલુકામાં બાલાગામ, બામણાસા જેવાં ગામો પાસેથી ઘેડ પંથકમાં
મળે
ટુકડા ગોસા પાસે અરબી સમુદ્રને
લંબાઈ
૧૨૫ કિમી (વિકિપીડિયા) / ૧૫૭ કિમી (CGWB) · સ્ત્રાવક્ષેત્ર ૩,૧૮૫ ચો. કિમી · જૂનાગઢ જિલ્લાની સૌથી મુખ્ય નદી
બંધ
બાદલપુર પાસે ઓઝત બંધ (૨૫ દરવાજા)
સહાયક
ઉબેણ, ભંડુકિયા, ઝાંઝેશ્રી, ફૂલસર, લોલ (CGWB); ડાય મીણસાર (વિકિપીડિયા)

સ્ત્રોત: [75] [76] [77] [78]

સાબલી નદી

બંધ
વંથલી તાલુકાના ખોરાસા ગામ પાસે સાબલી બંધ (૨૦૧૨, ૧૧ દરવાજા, ૭.૨ મિલિયન ઘન મીટર)
કેશોદમાં
માણેકવાડા, મઘરવાડા અને દેરવાણ પાસેથી — બંધના દરવાજા ખૂલે ત્યારે આ ગામોને એલર્ટ અપાય છે
નોંધ
અંગ્રેજી વિકિપીડિયામાં કેશોદ શહેરને પાણી આપતી "સાબરી" નદીનો ઉલ્લેખ છે; તે આ જ નદી છે કે નહીં તે ખાતરીથી કહી શકાયું નથી

સ્ત્રોત: [79] [80] [81] [82]

મધુવંતી નદી

બંધ
મેંદરડા તાલુકાના માલણકા ગામ પાસે મધુવંતી બંધ (૧૯૭૬)
વહે
વંથલી તાલુકામાં બંધનાથ મહાદેવ (બંધડા) અને આંબેશ્વર મહાદેવ પાસેથી
ઘેડ
ઓઝત અને મધુવંતીના મુખ પ્રદેશથી ઘેડ બને છે — કેશોદ, માણાવદર અને માંગરોળ તાલુકામાં
દરિયા પાસે
ખારાશ રોકવા માટે મધુવંતી પર ભરતી નિયંત્રક બંધ (૧૯૭૪)

સ્ત્રોત: [83] [84] [85] [86] [87]

મેઘલ નદી

વિસ્તાર
કેશોદ, માળિયા અને વેરાવળ તાલુકામાં — સ્ત્રાવક્ષેત્ર ૫૫૫ ચો. કિમી
સહાયક
લાઠોદરિયો, વ્રજમી, મેઘલ અને કાલિંદ્રી · સહાયક નદીઓ સાથે લંબાઈ ૭૦ કિમી · બારેમાસ વહેતી નથી
બંધ
વ્રજમી બંધ (માળિયા હાટીના, ૧૯૮૭); મેઘલ પર ભાખરવાડ બંધ (માળિયા)
નકશો
ખુલ્લા નકશામાં નામ સાથે નોંધાયેલી નથી, એટલે દોરી નથી

સ્ત્રોત: [88] [89] [90]

ઉબેણ નદી

વહે
ભેંસાણ તાલુકાના જાલણસર–માખીયાળા પાસેથી; ભેંસાણ ગામ તેના કાંઠે વસેલું છે
બંધ
ભાટગામ પાસે ઉબેણ બંધ
મળે
ઓઝત નદીને (ઓપનસ્ટ્રીટમેપ નકશા મુજબ)

સ્ત્રોત: [91]

નોળી નદી

વહે
નીચલો ભાગ માંગરોળ અને ચોરવાડ વચ્ચે, દરિયા તરફ
બંધ
માંગરોળ તાલુકામાં નોળી બંધ (૧૯૯૩, ખારાશ નિયંત્રણ) અને શારદાગ્રામ (ઘેડ બંધારો)
નકશો
ખુલ્લા નકશામાં નામ સાથે નોંધાયેલી નથી, એટલે દોરી નથી

સ્ત્રોત: [92] [93] [94]

હીરણ નદી

નીકળે
ગીર જંગલના સાસા ડુંગર પાસેથી
વહે
તાલાળા નજીકથી
મળે
અરબી સમુદ્રને
લંબાઈ
૪૦ કિમી · સ્ત્રાવક્ષેત્ર ૫૧૮ ચો. કિમી
બંધ
કમલેશ્વર બંધ (હીરણ-૧) અને ઉમરેઠી બંધ
સહાયક
સરસ્વતી નદી અને આંબાખોઈ વહેળો

સ્ત્રોત: [95]

નદીની રેખાઓ: ઓપનસ્ટ્રીટમેપ ફાળો આપનારા (ખુલ્લું લાઇસન્સ), સરળ બનાવેલી — ચોક્કસ માપણી માટે નહીં. ઓપનસ્ટ્રીટમેપ પર નામ વગરની રેખાઓ, ગુજરાતી વિકિપીડિયામાં નદી કાંઠે નોંધાયેલાં ગામો અને બંધના સ્થળ પરથી ઓળખી છે. કોઈ નદી રહી ગઈ હોય કે સુધારો હોય તો WhatsApp કરો. © OpenStreetMap

ભૂગોળ

કેશોદ સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં, દરિયાથી આશરે ૩૦ કિમી અંદર, સમુદ્ર સપાટીથી લગભગ ૪૨ મીટર ઊંચાઈ પર આવેલું છે. શહેરમાંથી સાબરી નદી પસાર થાય છે, જ્યારે ઓઝત નદી તાલુકાના નૈઋત્ય ભાગમાં આવેલા ઘેડ પંથકને પાણી પૂરું પાડે છે. શહેરથી લગભગ ૩ કિમી દૂર આશરે ૨૫૦ મીટર ઊંચો અક્ષયગઢ ડુંગર છે. તાલુકાનાં કેટલાંક ગામ ગીર વિસ્તારમાં આવે છે, જે સિંહ અને કેસર કેરી માટે પ્રખ્યાત છે. [96] [97]

અર્થતંત્ર

ખેતી સૌથી મોટો રોજગાર છે — મગફળી અને કપાસ મુખ્ય પાક છે; સાથે ઘઉં, જીરું, તલ, બાજરી અને ચણા પણ થાય છે. કેશોદમાં ૧૫૦થી વધુ મગફળી તેલની મિલો છે અને APMC માર્કેટિંગ યાર્ડ મગફળીના મોટા વેપાર માટે જાણીતું છે. શહેર છકડા રિક્ષાના ઉત્પાદન, ૩૦૦થી વધુ નાના-મોટા ફર્નિચર એકમો અને કાપડ બજાર માટે પણ ઓળખાય છે. ગુજરાતની સૌથી મોટી ટીબી હોસ્પિટલ કેશોદમાં આવેલી છે. [98]

વાહનવ્યવહાર

કેશોદ રેલવે સ્ટેશન પશ્ચિમ રેલવેની વેરાવળ–જૂનાગઢ–રાજકોટ લાઇન પર છે, જ્યાંથી રાજકોટ, અમદાવાદ, મુંબઈ, પુણે અને જબલપુર તરફની ટ્રેનો મળે છે. GSRTC બસ સ્ટેન્ડ પરથી જૂનાગઢ, સોમનાથ, વેરાવળ, રાજકોટ, અમદાવાદ, જામનગર અને ગાંધીનગર માટે નિયમિત બસો છે. શહેરથી લગભગ ૨.૫ કિમી દૂર કેશોદ હવાઈમથક (IXK) છે, જે જૂનાગઢ અને વેરાવળ પંથકને હવાઈ સેવા આપે છે. વધુ માટે કેમ પહોંચવું જુઓ. [99]

વસ્તી

વસ્તી ગણતરી ૨૦૧૧ મુજબ કેશોદ તાલુકાની વસ્તી ૧,૯૪,૭૪૬ છે, જાતિ પ્રમાણ ૯૪૩ અને સાક્ષરતા દર ૭૮.૬૮% છે. તાલુકાનું ક્ષેત્રફળ આશરે ૫૫૬.૬ ચો. કિમી છે અને તેમાં ૫૩ ગામ આવેલાં છે. નોંધ: ૨૦૧૧ પછી ભારતમાં નવી વસ્તી ગણતરી થઈ નથી (૨૦૨૧ની ગણતરી મુલતવી રહી હતી; આગામી ગણતરી ૨૦૨૭માં નિર્ધારિત છે), એટલે ૨૦૧૧ના આંકડા જ છેલ્લા સત્તાવાર આંકડા છે. [100] [101]

ધારાસભ્ય અને સાંસદ

કેશોદ વિધાનસભા બેઠક (૮૮-કેશોદ) જૂનાગઢ જિલ્લામાં છે અને તેના ધારાસભ્ય દેવાભાઈ પુંજાભાઈ માલમ છે. લોકસભા માટે કેશોદ પોરબંદર બેઠકમાં આવે છે (જૂનાગઢમાં નહીં), જેના સાંસદ ડૉ. મનસુખ માંડવિયા છે. ધારાસભ્ય–સાંસદના સત્તાવાર ફોન, ઈમેલ, ચૂંટણી પરિણામ અને જિલ્લાના બધા ધારાસભ્યોની વિગત માટે ધારાસભ્ય અને સાંસદ પાનું જુઓ.

વિકિપીડિયા અનુસાર

કેશોદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનું નગર અને મુખ્ય મથક છે.

ભૂગોળ

કેશોદનું ભૌગોલીક સ્થાન ૨૧.૩° N ૭૦.૨૫° E. સમુદ્ર સપાટીથી સરાસરી ઊંચાઈ ૪૨ મીટર (૧૩૭ ફૂટ) જેટલી છે. કેશોદમાં હવાઈમથક આવેલું છે.

વસ્તી

કેશોદ શહેરનો વસ્તી, કલા, શિક્ષણ, સુવિધા અને સાંસ્કૃતિક રીતે ઘણો ઝડપી વિકાસ થઇ રહ્યો છે. તાલુકામાં મગફળી વિણાટ મિલ અને તેલમિલનો ઉદ્યોગ છે.

સ્ત્રોત: વિકિપીડિયા (CC BY-SA 4.0)

કેશોદ અને તાલુકાનાં જાણીતાં સ્થળો

બધું જુઓ →
સોનલ ધામ, મઢડા
ધાર્મિક સ્થળ

સોનલ ધામ, મઢડા

૧૪.૩ કિમી રસ્તા માર્ગે · ૧૯ મિનિટ · વાયવ્ય

મઢડા (તા. કેશોદ) ગામ આઈ શ્રી સોનલ માતાજીનું જન્મસ્થળ છે (૧૯૨૪).

અક્ષયગઢ ડુંગર
જાણીતું સ્થળ

અક્ષયગઢ ડુંગર

કેશોદ શહેરથી આશરે ૩ કિમી દૂર આવેલો અક્ષયગઢ ડુંગર શહેરની ઓળખ છે.

પરિવહન

કેશોદ હવાઈમથક (એરપોર્ટ)

૨.૯ કિમી રસ્તા માર્ગે · ૪ મિનિટ · ઈશાન

કેશોદ હવાઈમથક (IXK) જૂનાગઢ જિલ્લાનું હવાઈમથક છે અને સોમનાથ તથા સાસણ ગીર જવા માટે સૌથી નજીકનાં એરપોર્ટમાંનું…

ધાર્મિક સ્થળ

પંચાળા સ્વામિનારાયણ મંદિર

૨૪.૧ કિમી રસ્તા માર્ગે · ૨૭ મિનિટ · પશ્ચિમ

ભગવાન સ્વામિનારાયણે પંચાળામાં રાસોત્સવ કર્યો હતો અને અહીંથી સંપ્રદાયના આશ્રિતોમાં તિલક-ચાંદલો કરવાની શરૂઆત થઈ…

ધાર્મિક સ્થળ

દાસારામ મંદિર, બાલાગામ

૨૮.૬ કિમી રસ્તા માર્ગે · ૨૭ મિનિટ · વાયવ્ય

બાલાગામમાં માર્ગી સાધુઓના દાસ બાવા પંથનું દાસારામ મંદિર તથા જળ સમાધિ સ્થાન આવેલાં છે, જેને આહીર અને સગર સમાજ…

ધાર્મિક સ્થળ

વાસંગદેવી મંદિર, બાલાગામ

૨૬.૫ કિમી રસ્તા માર્ગે · ૨૫ મિનિટ · વાયવ્ય

બાલાગામથી પૂર્વ દિશામાં આશરે દોઢ કિમી દૂર આવેલું વાસંગદેવીનું મંદિર વડનગરા નાગર બ્રાહ્મણોમાં 'જોષીપુરા' અટક…

ધાર્મિક સ્થળ

માણેકવાડા — “માળ” સ્થાનક અને ભીખુદાન ગઢવીનું ગામ

૧૧ કિમી રસ્તા માર્ગે · ૯ મિનિટ · ઉત્તર

ચારણોનું ગામ માણેકવાડા લોકસાહિત્યની “સીમાડે સરપ ચિરાણો” કથા માટે જાણીતું છે — મઘરવાડા અને માણેકવાડા વચ્ચેની…

ધાર્મિક સ્થળ

પ્રાચીન શિવ મંદિર, બડોદર

૭.૫ કિમી રસ્તા માર્ગે · ૭ મિનિટ · ઈશાન

બડોદર ગામમાં વિક્રમ સંવત ૧૭૩૦ (આશરે ઈ.સ. ૧૬૭૪)માં કાઠી દરબાર શૂરાવાળાએ બંધાવેલું શિવ મંદિર છે — તાલુકાનાં…

ધાર્મિક સ્થળ

ધુણેશ્વર બાપાનું મંદિર, ઇસરા

૧૩ કિમી રસ્તા માર્ગે · ૧૨ મિનિટ · પશ્ચિમ

કેશોદથી પશ્ચિમે આવેલા ઇસરા ગામમાં ધુણેશ્વર બાપાનું મંદિર છે, જે આસપાસનાં ગામોનું શ્રદ્ધાસ્થાન છે.

ધાર્મિક સ્થળ

શ્રીરામ મંદિર, અગતરાય

૭.૬ કિમી રસ્તા માર્ગે · ૬ મિનિટ · ઉત્તર

કેશોદથી ૭ કિમી ઉત્તરે આવેલા અગતરાય ગામમાં શ્રીરામ મંદિર આવેલું છે, જે ગામનું મુખ્ય ધાર્મિક સ્થળ છે.

પરિવહન

કેશોદ GSRTC બસ સ્ટેન્ડ

૧ કિમી રસ્તા માર્ગે · ૧ મિનિટ · દક્ષિણ

શહેરની મધ્યમાં, રેલવે સ્ટેશનથી લગભગ ૧ કિમી દૂર આવેલું GSRTC બસ સ્ટેન્ડ — જૂનાગઢ, વેરાવળ, સોમનાથ, માંગરોળ,…

ઘેડ પંથક
કુદરતી

ઘેડ પંથક

૧૪.૪ કિમી રસ્તા માર્ગે · ૧૩ મિનિટ · વાયવ્ય

કેશોદ, માંગરોળ અને પોરબંદર વચ્ચેનો નીચાણવાળો ઘેડ પંથક ચોમાસામાં ઓઝત સહિતની નદીઓનાં પાણી ફરી વળવા માટે જાણીતો…

પરિવહન

કેશોદ રેલવે સ્ટેશન

૦.૬ કિમી રસ્તા માર્ગે · ૧ મિનિટ · દક્ષિણ

કેશોદ રેલવે સ્ટેશન પશ્ચિમ રેલવેની રાજકોટ–જૂનાગઢ–વેરાવળ (સોમનાથ) લાઇન પર આવેલું છે.

જાણીતું સ્થળ

કેશોદ માર્કેટિંગ યાર્ડ (APMC)

૦.૫ કિમી રસ્તા માર્ગે · ૧ મિનિટ · ઈશાન

કેશોદ માર્કેટિંગ યાર્ડ તાલુકાના ખેડૂતો માટે મગફળી, કપાસ, ઘઉં, ચણા, જીરુ, તલ જેવી જણસના વેચાણનું મુખ્ય કેન્દ્ર…

ધાર્મિક સ્થળ

સંત શ્રી ડાયારામ બાપા આશ્રમ, સોંદરડા

૪.૯ કિમી રસ્તા માર્ગે · ૫ મિનિટ · દક્ષિણ

કેશોદ–વેરાવળ માર્ગ પર સોંદરડા ગામે સંત શ્રી ડાયારામ બાપા (૧૮૮૯–૧૯૫૮)નો આશ્રમ છે.

કેશોદ તાલુકાનો નકશો

કેશોદનું હવામાન

લોડ થઈ રહ્યું છે…

વારંવાર પૂછાતા પ્રશ્નો

કેશોદ ક્યાં આવેલું છે?

કેશોદ ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લામાં આવેલું શહેર અને તાલુકા મથક છે. તે જૂનાગઢથી દક્ષિણે ૩૭.૫ કિમી રસ્તા માર્ગે · ૩૧ મિનિટ અને સોમનાથથી ૫૪.૩ કિમી રસ્તા માર્ગે · ૪૧ મિનિટ દૂર છે.

કેશોદ ST બસ સ્ટેન્ડ (ડેપો)નો ફોન નંબર શું છે?

બસ સ્ટેન્ડ ઇન્ક્વાયરી: ૬૩૫૯૯ ૧૮૫૭૭, લેન્ડલાઇન ૦૨૮૭૧ ૨૩૬૦૧૬. ડેપો મેનેજર: ૬૩૫૯૯ ૧૮૫૭૬. GSRTC ટોલ ફ્રી: ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬. બધા ST નંબર.

કેશોદ નામ કેવી રીતે પડ્યું?

સ્થાનિક લોકવાયકા મુજબ પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીએ અહીં નજીક વહેતી નદીમાં કેશ (વાળ) ધોયા હતા, એટલે આ વિસ્તાર “કેશ ઉદક” કહેવાયો અને સમય જતાં નામ “કેશોદ” થયું. આ લોકકથા છે — નામના મૂળનો કોઈ દસ્તાવેજી ઐતિહાસિક પુરાવો મળ્યો નથી. ઇતિહાસ જુઓ.

કેશોદ શેના માટે જાણીતું છે?

કેશોદ તેના હવાઈમથક (IXK), મગફળી અને તેલમિલ ઉદ્યોગ, મોટા APMC માર્કેટિંગ યાર્ડ, છકડા રિક્ષા અને ફર્નિચર ઉત્પાદન તથા કાપડ બજાર માટે જાણીતું છે. શહેર નજીક અક્ષયગઢ ડુંગર છે.

કેશોદ તાલુકામાં કેટલાં ગામ છે?

આ સાઇટ પર કેશોદ તાલુકાનાં ૫૩ ગામની માહિતી છે — દરેક ગામનું કેશોદથી અંતર, દિશા, પિન કોડ, પાક અને સુવિધાઓ. ગામડાંની યાદી જુઓ.

કેશોદથી સોમનાથ કેટલું દૂર છે?

કેશોદથી સોમનાથ મંદિર ૫૪.૩ કિમી રસ્તા માર્ગે · ૪૧ મિનિટ છે. વેરાવળ થઈને રોડ કે ટ્રેન બંને રીતે જઈ શકાય.

કેશોદથી સાસણ ગીર કેટલું દૂર છે?

કેશોદથી સાસણ ગીર ૪૯.૯ કિમી રસ્તા માર્ગે · ૪૬ મિનિટ છે. કેશોદ એરપોર્ટ ગીર જવા માટે નજીકનાં એરપોર્ટમાંનું એક છે.

કેશોદ કેવી રીતે પહોંચવું?

રેલવેથી કેશોદ સ્ટેશન (KSD) વેરાવળ–જૂનાગઢ–રાજકોટ લાઇન પર છે. રોડ માર્ગે GSRTC અને ખાનગી બસો રાજકોટ, અમદાવાદ, જૂનાગઢ, વેરાવળથી મળે છે. કેમ પહોંચવું પાનું જુઓ.

સંદર્ભ: [ ] ચિહ્ન પર ક્લિક કરવાથી મૂળ સ્ત્રોત (વિકિપીડિયા વગેરે) ખુલશે. વિકિપીડિયાની સામગ્રી CC BY-SA 4.0 હેઠળ છે.

કોઈ માહિતી ખોટી, જૂની કે વાંધાજનક લાગે છે? WhatsApp પર જણાવો · સંપર્ક