કેશોદના ધારાસભ્ય, સાંસદ અને અધિકારીઓ

કેશોદ વિધાનસભા બેઠક (૮૮-કેશોદ) ના ધારાસભ્ય દેવાભાઈ પુંજાભાઈ માલમ (ભાજપ) છે. કેશોદ પોરબંદર લોકસભા બેઠકમાં આવે છે, જેના સાંસદ ડૉ. મનસુખ માંડવિયા (ભાજપ) છે. અહીં ચૂંટણી પરિણામ, અત્યાર સુધીના ધારાસભ્ય–સાંસદ, પંચાયત પ્રમુખ અને મુખ્ય અધિકારીઓની સત્તાવાર માહિતી છે.

કેશોદના જનપ્રતિનિધિ

ધારાસભ્ય (MLA), કેશોદ

દેવાભાઈ પુંજાભાઈ માલમ

Devabhai Punjabhai Malam

૮૮-કેશોદ વિધાનસભા · ભાજપ · ૨૦૧૭ થી

૨૦૨૨ માં ૫૫,૮૦૨ મત (૩૬.૦૯%) મેળવી ૪,૨૦૮ મતથી જીત્યા. બીજા ક્રમે: હીરાભાઈ જોટવા (કોંગ્રેસ) — ૫૧,૫૯૪ મત. ૨૦૨૧ થી ૨૦૨૨ દરમિયાન ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે.

સરનામું: ધરમાઈ પાર્ક, માંગરોળ રોડ, કેશોદ

૯૮૨૪૨ ૩૨૭૪૮

[email protected]

સંપર્કનો સ્ત્રોત: gujarat.neva.gov.in

સ્ત્રોત: en.wikipedia.org

સાંસદ (MP), પોરબંદર — કેશોદ સહિત

ડૉ. મનસુખ માંડવિયા

Dr. Mansukh Mandaviya

૧૧-પોરબંદર લોકસભા · ભાજપ · ૨૦૨૪ થી

૨૦૨૪ માં ૬,૩૩,૧૧૮ મત મેળવી ૩,૮૩,૩૬૦ મતથી જીત્યા (બીજા ક્રમે લલિત વસોયા (કોંગ્રેસ)).

નીચેના નંબર અને ઈ-મેઇલ લોકસભાની સત્તાવાર વેબસાઇટ (sansad.in) પર સાંસદની પ્રોફાઇલમાં આપેલા છે.

૯૪૨૬૨ ૧૧૬૭૦ ૯૦૧૩૧ ૮૧૯૭૦

[email protected]

સ્ત્રોત: sansad.in

ધ્યાન આપો: કેશોદ જૂનાગઢ નહીં, પોરબંદર લોકસભા બેઠકમાં આવે છે. જિલ્લો જૂનાગઢ હોવા છતાં ૨૦૦૮ના સીમાંકન મુજબ કેશોદ અને માણાવદર વિધાનસભા બેઠક પોરબંદર લોકસભામાં છે. જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા છે.

૮૮-કેશોદ વિધાનસભા બેઠક

વિસ્તાર: આખો કેશોદ તાલુકો અને માંગરોળ તાલુકાનાં ૪૩ ગામ (ઓસા ઘેડ, શીલ, ચંદવાણા, દિવરાણા, ફુલરામા, સાંઢા, રહીજ, સુલતાનપુર વગેરે).

મતદારો (૨૦૨૨)
૨,૪૨,૮૮૪
મતદાન (૨૦૨૨)
૧,૫૨,૩૦૪ (૬૨.૭%)
લોકસભા બેઠક
૧૧-પોરબંદર
અનામત
સામાન્ય (અનામત નથી)
આગામી ચૂંટણી
ડિસેમ્બર ૨૦૨૭ આસપાસ (ગુજરાત વિધાનસભા)

કેશોદના અત્યાર સુધીના ધારાસભ્ય

વર્ષધારાસભ્યપક્ષ
૨૦૨૨દેવાભાઈ માલમભાજપ
૨૦૧૭દેવાભાઈ માલમભાજપ
૨૦૧૨અરવિંદભાઈ કેશવભાઈ લાડાણીભાજપ
૨૦૦૭વંદના મકવાણાભાજપ
૨૦૦૨માધાભાઈ બોરીચાભાજપ
૧૯૯૮સામતભાઈ રાઠોડભાજપ
૧૯૯૫બચુભાઈ સોંદરવાભાજપ
૧૯૯૦હમીરભાઈ હાડાભાઈ ધુળાજનતા દળ
૧૯૮૫પરબત ભોજા ધવાડાકોંગ્રેસ
૧૯૮૦દેવજીભાઈ ભીખાભાઈ વણવીકોંગ્રેસ (આઇ)
૧૯૭૫દેવજીભાઈ ભીખાભાઈ વણવીકોંગ્રેસ
૧૯૭૨ઠાકરશી ધનજી લાડાણીકોંગ્રેસ
૧૯૬૭ધરમશી દયાભાઈ પટેલસ્વતંત્ર પક્ષ
૧૯૬૨ઠાકરશી ધનજી લાડાણીકોંગ્રેસ
૧૯૫૨રતુભાઈ અદાણીકોંગ્રેસ

સ્ત્રોત: Wikipedia (ECI), ૧૯૫૨ સૌરાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી. ૧૯૫૭ની ચૂંટણીમાં કેશોદ અલગ બેઠક તરીકે નોંધાયેલું મળ્યું નથી. નોંધ: ૨૦૧૨ના કેશોદના ધારાસભ્ય અરવિંદભાઈ કેશવભાઈ લાડાણી અને માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ જીણાભાઈ લાડાણી બે અલગ વ્યક્તિ છે.

પોરબંદર લોકસભા બેઠક (કેશોદ સહિત)

આ લોકસભા બેઠકમાં ૭ વિધાનસભા બેઠક છે:

પોરબંદરના અત્યાર સુધીના સાંસદ

વર્ષસાંસદપક્ષ
૨૦૨૪ડૉ. મનસુખ માંડવિયાભાજપ
૨૦૧૯રમેશભાઈ ધડુકભાજપ
૨૦૧૪વિઠ્ઠલભાઈ રાદડિયાભાજપ
૨૦૧૩વિઠ્ઠલભાઈ રાદડિયા (પેટાચૂંટણી)ભાજપ
૨૦૦૯વિઠ્ઠલભાઈ રાદડિયાકોંગ્રેસ
૨૦૦૪હરિલાલ પટેલભાજપ
૧૯૯૯ગોરધનભાઈ જાવિયાભાજપ
૧૯૯૮ગોરધનભાઈ જાવિયાભાજપ
૧૯૯૬ગોરધનભાઈ જાવિયાભાજપ
૧૯૯૧હરિલાલ પટેલભાજપ
૧૯૮૯બળવંતભાઈ મણવરજનતા દળ
૧૯૮૪પરસોત્તમભાઈ ભાલોડિયાકોંગ્રેસ
૧૯૮૦માલદેવજી ઓડેદરાકોંગ્રેસ
૧૯૭૭ધર્મસિંહભાઈ પટેલજનતા પાર્ટી

સ્ત્રોત: Wikipedia, ચૂંટણી પંચ (ECI) પરિણામ

જૂનાગઢ જિલ્લાના ધારાસભ્ય — ફોન અને ઈમેલ

જૂનાગઢ જિલ્લામાં વિધાનસભાની ૫ બેઠકો છે. દરેક ધારાસભ્યનો મોબાઇલ નંબર અને સત્તાવાર ઈમેલ ગુજરાત વિધાનસભાની NeVA સભ્ય ડિરેક્ટરીમાં જાહેર કરેલો છે — એ જ અહીં સ્ત્રોત સાથે આપ્યો છે. રજૂઆત કે ફરિયાદ માટે પહેલાં પોતાના મતવિસ્તારના ધારાસભ્યના કાર્યાલયનો સંપર્ક કરો.

ધારાસભ્ય, ૮૫-માણાવદર

અરવિંદભાઈ જીણાભાઈ લાડાણી

Arvindbhai Jinabhai Ladani

ભાજપ · ૨૦૨૪ પેટાચૂંટણી

૯૯૦૯૪ ૪૧૧૦૫

[email protected]

સ્ત્રોત: gujarat.neva.gov.in

ધારાસભ્ય, ૮૬-જૂનાગઢ

સંજય કોરડીયા

Sanjay Koradia

ભાજપ · ૨૦૨૨

૯૮૨૫૦ ૮૨૦૧૦

[email protected]

સ્ત્રોત: gujarat.neva.gov.in

ધારાસભ્ય, ૮૭-વિસાવદર

ગોપાલ ઈટાલિયા

Gopal Italia

આમ આદમી પાર્ટી · ૨૦૨૫ પેટાચૂંટણી

સંપર્ક માટે ગુજરાત વિધાનસભાની સભ્ય ડિરેક્ટરી જુઓ: gujarat.neva.gov.in

સ્ત્રોત: gu.wikipedia.org

ધારાસભ્ય, ૮૮-કેશોદ

દેવાભાઈ માલમ

Devabhai Malam

ભાજપ · ૨૦૧૭, ૨૦૨૨

૯૮૨૪૨ ૩૨૭૪૮

[email protected]

સ્ત્રોત: gujarat.neva.gov.in

ધારાસભ્ય, ૮૯-માંગરોળ

ભગવાનજીભાઈ કરગટીયા

Bhagvanjibhai Karagatiya

ભાજપ · ૨૦૨૨

૯૯૯૮૪ ૨૬૨૬૬

[email protected]

સ્ત્રોત: gujarat.neva.gov.in

સ્ત્રોત: ગુજરાત વિધાનસભા (NeVA) સભ્ય ડિરેક્ટરી, ચકાસણી ૨૧-૧૧-૨૦૨૬. નંબર બદલાયો હોય કે ખોટો હોય તો WhatsApp પર જણાવો — તરત સુધારીશું કે દૂર કરીશું.

જૂનાગઢ લોકસભાના સાંસદ

સાંસદ, જૂનાગઢ લોકસભા

રાજેશભાઈ ચુડાસમા

Rajeshbhai Naranbhai Chudasama

ભાજપ · ૨૦૧૪, ૨૦૧૯, ૨૦૨૪

વિધાનસભા બેઠકો: જૂનાગઢ, વિસાવદર, માંગરોળ, સોમનાથ, તાલાલા, કોડીનાર, ઉના. (કેશોદ આમાં નથી.) સંપર્ક sansad.in મુજબ.

૦૨૮૭૦ ૨૮૮૩૩૩

[email protected]

સ્ત્રોત: sansad.in

કેશોદ પંથક અને પોરબંદર લોકસભા વિસ્તારના રાજકીય આગેવાનો

કેશોદ, નજીકના તાલુકાઓ અને પોરબંદર લોકસભા બેઠક (જેમાં કેશોદ આવે છે)ના વિસ્તારમાં જન્મેલા કે ત્યાંના વતની ધારાસભ્ય, સાંસદ અને મંત્રીઓ — જેમનું જન્મસ્થળ કે વતન વિકિપીડિયા જેવા જાહેર સ્ત્રોતમાં નોંધાયેલું છે. નામ પાસેનો [1] જેવો નંબર તેનો સ્ત્રોત છે. કોઈ નામ ઉમેરવું કે સુધારવું હોય તો WhatsApp કરો.

દેવાભાઈ માલમ

ભાજપ

  • કેશોદના ધારાસભ્ય (૨૦૧૭; ૨૦૨૨માં ફરી ચૂંટાયા)
  • ગુજરાત સરકારમાં પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યકક્ષાના મંત્રી (૧૬ સપ્ટે. ૨૦૨૧ – ડિસે. ૨૦૨૨)
  • વ્યવસાયે ખેડૂત અને ઉદ્યોગપતિ

જન્મ: થલી (તા. માંગરોળ)

સ્ત્રોત: [1] [2] [3] [4] [5]

અરવિંદભાઈ કેશવભાઈ લાડાણી

ભાજપ

કેશોદના પૂર્વ ધારાસભ્ય (૨૦૧૨–૨૦૧૭)

મતવિસ્તાર: કેશોદ

સ્ત્રોત: [6] [7]

જવાહરભાઈ પેથલજીભાઈ ચાવડા

ભાજપ ૨૦૧૯ સુધી કોંગ્રેસ

  • જન્મ ૨૦ જુલાઈ ૧૯૬૪, ભાડાજાળિયા
  • જૂનાગઢ જિલ્લાના કોંગ્રેસી આગેવાન સ્વ. પેથલજીભાઈ ચાવડાના પુત્ર
  • રાજકુમાર કૉલેજ, રાજકોટમાં અભ્યાસ
  • ખેતી અને વેપાર
  • માણાવદરના ધારાસભ્ય (૧૯૯૦, ૨૦૦૭, ૨૦૧૨, ૨૦૧૭ — કોંગ્રેસ; ૮ માર્ચ ૨૦૧૯એ રાજીનામું આપી ભાજપમાં જોડાયા, ૨૦૧૯ની પેટાચૂંટણી ભાજપમાંથી જીત્યા)
  • ગુજરાત સરકારમાં પ્રવાસન અને મત્સ્યોદ્યોગ કેબિનેટ મંત્રી (૯ માર્ચ ૨૦૧૯ – સપ્ટે. ૨૦૨૧)

જન્મ: ભાડાજાળિયા (ધોરાજી પંથક, જિ. રાજકોટ)

સ્ત્રોત: [8] [9] [10] [11] [12] [13]

રતિલાલ (રતિભાઈ) ગોરધનભાઈ સુરેજા

ભાજપ

  • જન્મ ૧ નવેમ્બર ૧૯૪૩
  • અભ્યાસ: માધ્યમિક શાળાંત (જૂની પદ્ધતિ)
  • માણાવદરના પૂર્વ ધારાસભ્ય (૧૯૯૫, ૧૯૯૮, ૨૦૦૨ — ત્રણ વખત)
  • ગુજરાત સરકારમાં જળસંપત્તિ (સિંચાઈ) રાજ્યકક્ષાના મંત્રી — કલ્પસર સિવાય (૧ ઑગસ્ટ ૨૦૦૫એ શપથ, ૨૦૦૭ સુધી)

મતવિસ્તાર: માણાવદર

સ્ત્રોત: [14] [15] [16] [17] [18] [19] [20]

અરવિંદભાઈ જીણાભાઈ લાડાણી

ભાજપ ૨૦૨૪ સુધી કોંગ્રેસ

  • માણાવદરના ધારાસભ્ય — ૨૦૨૨માં કોંગ્રેસમાંથી ચૂંટાયા; ૬ માર્ચ ૨૦૨૪એ રાજીનામું આપી ૧૪ માર્ચ ૨૦૨૪એ ભાજપમાં જોડાયા અને ૨૦૨૪ની પેટાચૂંટણી ભાજપમાંથી જીત્યા
  • વ્યવસાયે ખેતી. કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ કેશવભાઈ લાડાણી અલગ વ્યક્તિ છે.

મતવિસ્તાર: માણાવદર

સ્ત્રોત: [21] [22] [23] [24]

રાજેશભાઈ ચુડાસમા

ભાજપ

  • જન્મ ૧૦ એપ્રિલ ૧૯૮૨, ચોરવાડ
  • માંગરોળના ધારાસભ્ય (૨૦૧૨–૨૦૧૪)
  • જૂનાગઢના સાંસદ (૨૦૧૪, ૨૦૧૯, ૨૦૨૪); ૨૦૧૪માં ૩૨ વર્ષની વયે રાજ્યના સૌથી યુવા લોકસભા ઉમેદવાર
  • ૧૬મી લોકસભામાં પરિવહન, પ્રવાસન અને સંસ્કૃતિ તથા ૧૭મી લોકસભામાં રસાયણ અને ખાતર સ્થાયી સમિતિના સભ્ય
  • ૨૦૨૨માં ગુજરાત ભાજપ સંસદીય બોર્ડના સભ્ય

જન્મ: ચોરવાડ (તા. માળિયા હાટીના)

સ્ત્રોત: [25] [26] [27] [28] [29]

વિમલ ચુડાસમા

કોંગ્રેસ

  • સોમનાથના ધારાસભ્ય (૨૦૧૭, ૨૦૨૨)
  • સ્નાતક
  • વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભા પક્ષના નાયબ દંડક (૨૦૨૩; ૨૦૨૫માં ફરી નિયુક્તિ)

જન્મ: ચોરવાડ (તા. માળિયા હાટીના)

સ્ત્રોત: [30] [31] [32] [33] [34]

જશુભાઈ બારડ

કોંગ્રેસ ૧૯૯૦માં જનતા દળ

  • ખેડૂત
  • ૧૯૯૦માં જનતા દળમાંથી સોમનાથના ધારાસભ્ય; ચીમનભાઈ પટેલ સરકારમાં કેબિનેટ મંત્રી — જળસંપત્તિ અને સિંચાઈ
  • કોંગ્રેસમાંથી સોમનાથ (૧૯૯૫) અને તાલાળા (૧૯૯૮, ૨૦૧૨)ના ધારાસભ્ય
  • જૂનાગઢના સાંસદ, ૧૪મી લોકસભા (૨૦૦૪–૨૦૦૯)
  • જીવનકાળ: ૧૯૫૫–૨૦૧૬

જન્મ: બાદલપરા (તા. વેરાવળ, જિ. ગીર સોમનાથ)

સ્ત્રોત: [35] [36] [37] [38] [39] [40]

કેશુભાઈ પટેલ

ભાજપ ૨૦૧૨માં ગુજરાત પરિવર્તન પાર્ટી

  • ગુજરાતના મુખ્યમંત્રી (૧૯૯૫; ૧૯૯૮–૨૦૦૧) અને નાયબ મુખ્યમંત્રી (૧૯૯૦)
  • ધારાસભ્ય — ટંકારાથી ૧૯૯૦, વિસાવદરથી ૧૯૯૫, ૧૯૯૮ અને ૨૦૧૨
  • રાજકોટના સાંસદ (૧૯૭૭)
  • રાજ્યસભા (૨૦૦૨–૨૦૦૮)
  • ૨૦૧૨માં ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી અને તેમાંથી વિસાવદરના ધારાસભ્ય
  • શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ (૨૦૨૦ સુધી)
  • પદ્મભૂષણ (૨૦૨૧, મરણોત્તર)
  • જીવનકાળ: ૧૯૨૮–૨૦૨૦

જન્મ: વિસાવદર

સ્ત્રોત: [41] [42] [43] [44]

જશુબેન કોરાટ

ભાજપ

  • જેતપુરનાં ધારાસભ્ય (૧૯૯૯–૨૦૧૨) — ૧૯૯૯ની પેટાચૂંટણી, ૨૦૦૨ અને ૨૦૦૭
  • ગુજરાતનાં મહિલા અને બાળ કલ્યાણ રાજ્યકક્ષાનાં મંત્રી (૨૦૦૭ સુધી)

જન્મ: વડાલ (તા. જૂનાગઢ)

સ્ત્રોત: [45] [46] [47] [48]

સૂર્યકાંત આચાર્ય

ભાજપ

  • જન્મ ૯ ડિસેમ્બર ૧૯૨૯, જૂનાગઢ
  • બી.એ., બી.કૉમ., એલએલ.બી.; ૧૯૭૫માં વકીલાત છોડી જનસંઘના પૂર્ણકાલીન કાર્યકર — ડાંગ, વલસાડ, છોટા ઉદેપુર, પંચમહાલ અને સાબરકાંઠાના આદિવાસી વિસ્તારોમાં કામ
  • કેશુભાઈ પટેલ સરકાર વખતે ગુજરાત રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ
  • ઑગસ્ટ ૨૦૦૫થી અવસાન સુધી ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય; વિજ્ઞાન-ટેકનોલોજી, પર્યાવરણ અને વન તથા શહેરી વિકાસ સંસદીય સમિતિઓના સભ્ય
  • અવસાન ૨૧ ડિસેમ્બર ૨૦૦૯, જૂનાગઢ

જન્મ: જૂનાગઢ

સ્ત્રોત: [49] [50] [51] [52]

ગોવિંદભાઈ શેખડા

જનતા દળ

  • પૂરું નામ ગોવિંદભાઈ કાનજીભાઈ શેખડા
  • કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢમાંથી કૃષિ વિજ્ઞાનમાં સ્નાતક અને અનુસ્નાતક
  • ગામના સરપંચથી સાંસદ સુધીની સફર; ૧૯૮૯માં જનતા દળ તરફથી જૂનાગઢના સાંસદ (નવમી લોકસભા, ૧૯૮૯–૧૯૯૧)
  • ગુજરાત કૃષિ યુનિવર્સિટીના જૂનાગઢ કેમ્પસના સતત છ વર્ષ નિયામક, પછી યુનિવર્સિટીના કુલપતિ (૧૯૯૩માં પદ પર)

જન્મ: જૂનાગઢ જિલ્લો

સ્ત્રોત: [53] [54] [55]

શામળદાસ ગાંધી

  • જન્મ ૧૮૯૭, રાજકોટ
  • ગાંધીજીના મોટા ભાઈ લક્ષ્મીદાસના પુત્ર
  • પત્રકાર — મુંબઈના 'જન્મભૂમિ'ના તંત્રી (૧૯૩૭–૧૯૪૦), પછી 'વંદે માતરમ્' દૈનિક શરૂ કર્યું; મુંબઈમાં કાઠિયાવાડ પ્રજામંડળના પ્રમુખ
  • ૨૫ સપ્ટેમ્બર ૧૯૪૭એ જૂનાગઢની આરઝી હકૂમતના પ્રમુખ (વડાપ્રધાન અને વિદેશ સંબંધો ખાતું); ૯ નવેમ્બર ૧૯૪૭એ જૂનાગઢ ભારતમાં જોડાયું
  • ૧ જૂન ૧૯૪૮થી જૂનાગઢના વહીવટમાં ત્રણ પ્રજા પ્રતિનિધિઓમાંના એક; ડિસેમ્બર ૧૯૪૮માં જૂનાગઢ બેઠક પરથી સૌરાષ્ટ્ર બંધારણ સભામાં બિનહરીફ
  • સૌરાષ્ટ્ર રાજ્યના મહેસૂલ મંત્રી (૨૫ જાન્યુઆરી ૧૯૪૯ – ૧૮ જાન્યુઆરી ૧૯૫૦)
  • અવસાન ૮ જૂન ૧૯૫૩, મુંબઈ
  • ૨૦૦૯માં જૂનાગઢનું નગરગૃહ તેમને અર્પણ

જન્મ: રાજકોટ

સ્ત્રોત: [56] [57] [58]

અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા

ભાજપ ૨૦૨૪ સુધી કોંગ્રેસ

  • જન્મ ૧૭ ફેબ્રુઆરી ૧૯૫૭
  • મિકેનિકલ એન્જિનિયર (લખધીરજી એન્જિનિયરિંગ કૉલેજ, મોરબી, ૧૯૮૨); ૧૯૮૨–૨૦૦૨ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ અને સિન્ડિકેટના સભ્ય; ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં મદદનીશ ઇજનેર, ૧૯૯૩માં નોકરી છોડી જાહેર જીવનમાં
  • ૧૯૯૭થી કોંગ્રેસ; પોરબંદરના ધારાસભ્ય (૨૦૦૨, ૨૦૦૭, ૨૦૨૨); વિધાનસભામાં વિપક્ષના નેતા (૨૦૦૪–૨૦૦૭); ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ (માર્ચ ૨૦૧૧ – ડિસે. ૨૦૧૨)
  • માર્ચ ૨૦૨૪માં કોંગ્રેસ છોડી ભાજપમાં; ૨૦૨૪ની પેટાચૂંટણી ૧.૧૬ લાખથી વધુ મતની સરસાઈથી જીત્યા
  • ૧૭ ઑક્ટો. ૨૦૨૫થી ગુજરાતના કેબિનેટ મંત્રી — વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજી
  • ૨૦૦૪માં કેશોદની સોરઠ ક્ષય નિવારણ સમિતિ સંચાલિત હૉસ્પિટલના ટ્રસ્ટી બન્યા

જન્મ: મોઢવાડા (તા. પોરબંદર)

સ્ત્રોત: [59] [60] [61] [62] [63]

બાબુભાઈ બોખીરીયા

ભાજપ

  • બી.એસસી. (રસાયણશાસ્ત્ર), સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ૧૯૭૪; ખેતી અને વ્યવસાય
  • પોરબંદરના પૂર્વ ધારાસભ્ય (૧૯૯૫, ૧૯૯૮, ૨૦૧૨, ૨૦૧૭)
  • ગુજરાતના કેબિનેટ મંત્રી (૨૦૧૨–૨૦૧૭; નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી સરકારમાં) — ૨૦૧૨માં જળસંપત્તિ, કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન; ૨૦૧૬માં પાણી પુરવઠો, પશુપાલન, મત્સ્યોદ્યોગ, નાગરિક ઉડ્ડયન અને મીઠા ઉદ્યોગ

જન્મ: બોખીરા (તા. પોરબંદર)

સ્ત્રોત: [64] [65] [66] [67] [68] [69]

કાંધલ જાડેજા

સમાજવાદી પાર્ટી ૨૦૨૨ પહેલાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી

કુતિયાણાના ધારાસભ્ય (૨૦૧૨ અને ૨૦૧૭ — રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી; ૨૦૨૨ — સમાજવાદી પાર્ટી, રાજ્યમાં પક્ષની એકમાત્ર બેઠક)

જન્મ: કડછ (તા. પોરબંદર)

સ્ત્રોત: [70] [71] [72] [73] [74]

વિઠ્ઠલભાઈ રાદડિયા

ભાજપ વચ્ચે કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા પાર્ટી

  • ધોરાજીના ધારાસભ્ય (૧૯૯૦–૨૦૦૯, પાંચ વખત; ૨૦૧૨માં ફરી ચૂંટાયા)
  • ૧૯૯૦ના દાયકાના અંતે ગુજરાત સરકારમાં મંત્રી
  • પોરબંદરના સાંસદ (૨૦૦૯માં કોંગ્રેસ; ૨૦૧૩ની પેટાચૂંટણી અને ૨૦૧૪માં ભાજપ, ૨૦૧૯ સુધી)
  • ઇફકોના નિયામક અને ઉપાધ્યક્ષ (જૂન ૨૦૧૭થી)
  • રાજકોટ જિલ્લા સહકારી બેંક અને રાજકોટ જિલ્લા સહકારી દૂધ સંઘના અધ્યક્ષ
  • જીવનકાળ: ૮ નવેમ્બર ૧૯૫૮ – ૨૯ જુલાઈ ૨૦૧૯

જન્મ: રાજકોટ

સ્ત્રોત: [75] [76] [77] [78] [79] [80] [81] [82]

જયેશ રાદડિયા

ભાજપ ૨૦૧૩ સુધી કોંગ્રેસ

  • જન્મ ૨૦ ડિસેમ્બર ૧૯૮૧, જામકંડોરણા
  • ઇજનેરી સ્નાતક
  • ધોરાજીના ધારાસભ્ય (૨૦૦૯ની પેટાચૂંટણી, કોંગ્રેસ)
  • જેતપુરના ધારાસભ્ય (૨૦૧૨માં કોંગ્રેસ; ૨૦૧૩ની પેટાચૂંટણી, ૨૦૧૭ અને ૨૦૨૨માં ભાજપ)
  • ગુજરાત સરકારમાં પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન રાજ્યકક્ષાના મંત્રી (નવે. ૨૦૧૩), પાણી પુરવઠા અને પ્રવાસન રાજ્યકક્ષાના મંત્રી (નવે. ૨૦૧૪), અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો તથા કુટિર ઉદ્યોગના કેબિનેટ મંત્રી (ઑગસ્ટ ૨૦૧૬ – સપ્ટે. ૨૦૨૧)
  • રાજકોટ જિલ્લા સહકારી બેંકના અધ્યક્ષ
  • ઇફકોના નિયામક (૨૦૧૯થી; મે ૨૦૨૪માં ફરી ચૂંટાયા)

જન્મ: જામકંડોરણા (જિ. રાજકોટ)

સ્ત્રોત: [83] [84] [85] [86] [87] [88] [89] [90]

રમેશભાઈ ધડુક

ભાજપ

  • જન્મ ૫ સપ્ટેમ્બર ૧૯૬૨, ઘોઘાવદર
  • વ્યવસાયી અને શિક્ષણવિદ
  • ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડના અધ્યક્ષ; અખિલ ભારતીય ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોર્ડના ઉપાધ્યક્ષ
  • પોરબંદરના સાંસદ, ૧૭મી લોકસભા (૨૦૧૯–૨૦૨૪)

જન્મ: ઘોઘાવદર (તા. ગોંડલ, જિ. રાજકોટ)

સ્ત્રોત: [91] [92]

ગોરધનભાઈ જાવિયા

ભાજપ

  • જન્મ ૯ માર્ચ ૧૯૪૦, પાટણવાવ (જિ. રાજકોટ)
  • એમ.એ., બી.એડ. (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી); શિક્ષક, કેળવણીકાર અને ખેડૂત; કેશોદના રહેવાસી
  • જૂનાગઢ જિલ્લામાં ભારતીય કિસાન સંઘના સ્થાપક
  • પોરબંદરના સાંસદ — ૧૯૯૬, ૧૯૯૮ અને ૧૯૯૯માં ત્રણ વખત ચૂંટાયા (૧૯૯૬–૨૦૦૪); લોકસભાની કૃષિ સમિતિ, વિજ્ઞાન-ટેકનોલોજી, પર્યાવરણ અને વન સમિતિ (ગીરના એશિયાઈ સિંહોના રહેઠાણના અભ્યાસ માટેની પેટા સમિતિ સહિત) અને ઉદ્યોગ સમિતિના સભ્ય; રાષ્ટ્રીય પડતર જમીન વિકાસ બોર્ડ અને નાવિક કલ્યાણ બોર્ડના સભ્ય (૧૯૯૮–૯૯)
  • ગુજરાતી કાવ્યસંગ્રહના રચયિતા
  • અવસાન ૨૦૨૧

જન્મ: પાટણવાવ (તા. ધોરાજી, જિ. રાજકોટ)

સ્ત્રોત: [93] [94] [95]

હરિલાલ માધવજીભાઈ પટેલ

ભાજપ

  • જન્મ ૭ જાન્યુઆરી ૧૯૫૩, મોટીવાવડી (જિ. રાજકોટ)
  • ગુરુકુળ, રાજકોટમાં અભ્યાસ (મેટ્રિક); ખેડૂત
  • રાજકોટ મહાનગરપાલિકાના નગરસેવક (૧૯૮૧–૧૯૯૩) અને બાંધકામ સમિતિના અધ્યક્ષ (૧૯૮૦–૮૬); રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ (૧૯૮૫–૯૦); ગુજરાત ભાજપ કારોબારીના સભ્ય (૧૯૯૫–૨૦૦૪)
  • રાજકોટ નાગરિક સહકારી બેંકના નિયામક (૧૯૮૮–૮૯) અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નિયામક (૧૯૯૮–૨૦૦૧)
  • પોરબંદરના સાંસદ — ૧૯૯૧ અને ૨૦૦૪માં ચૂંટાયા (૧૯૯૧–૧૯૯૬; ૨૦૦૪–૨૦૦૯); જળસંસાધન સમિતિના સભ્ય

જન્મ: મોટીવાવડી (જિ. રાજકોટ)

સ્ત્રોત: [96] [97] [98]

બળવંતભાઈ મણવર

જનતા દળ પહેલાં કોંગ્રેસ

  • જન્મ ૧૭ ઑક્ટોબર ૧૯૪૩, ભાયાવદર (જિ. રાજકોટ)
  • એમ.એ., એલએલ.બી. (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી); શિક્ષક અને ખેડૂત; કૉલેજના વિદ્યાર્થીઓ માટે અર્થશાસ્ત્રનાં પુસ્તકોના લેખક
  • પંદર વર્ષ ગુજરાત કોંગ્રેસના સચિવ; ૧૯૮૦માં ઉપલેટાના ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી (૧૯૮૦–૮૪)
  • ૧૯૮૯માં જનતા દળ તરફથી પોરબંદરના સાંસદ (૧૯૮૯–૧૯૯૧); લોકસભાની અંદાજ સમિતિ અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયની સલાહકાર સમિતિના સભ્ય (૧૯૯૦)
  • ૧૧ જાન્યુઆરી ૧૯૯૧થી જનતા દળ (સમાજવાદી)માં

જન્મ: ભાયાવદર (જિ. રાજકોટ)

સ્ત્રોત: [99] [100] [101]

માધાભાઈ લાખાભાઈ બોરીચા

ભાજપ

કેશોદના પૂર્વ ધારાસભ્ય (૨૦૦૨–૨૦૦૭)

મતવિસ્તાર: કેશોદ

સ્ત્રોત: [102] [103] [104]

દીનુભાઈ બોઘાભાઈ સોલંકી

ભાજપ

  • જન્મ ૯ ફેબ્રુઆરી ૧૯૫૭
  • બી.એ.; ખેતી
  • કોડીનારના પૂર્વ ધારાસભ્ય (૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭ — ત્રણ વખત)
  • જૂનાગઢના પૂર્વ સાંસદ (૨૦૦૯–૨૦૧૪)

જન્મ: કોડીનાર (જિ. ગીર સોમનાથ)

સ્ત્રોત: [105] [106] [107] [108] [109] [110]

પંચાયત પ્રમુખ અને મુખ્ય અધિકારીઓ

પ્રમુખ, જૂનાગઢ જિલ્લા પંચાયત

લીનાબેન વિપુલકુમાર કાવાણી

Linaben Vipulkumar Kavani

૯૯૭૯૧ ૧૦૦૦૫

સ્ત્રોત: junagadhdp.gujarat.gov.in

પ્રમુખ, કેશોદ તાલુકા પંચાયત

માલતીબેન ભરતભાઈ ઓડેદરા

Maltiben Bharatbhai Odedara

સ્ત્રોત: junagadhdp.gujarat.gov.in

કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, જૂનાગઢ

શ્રી યોગેશ ચૌધરી, IAS

Shri Yogesh Choudhary, IAS

૦૨૮૫ ૨૬૩૬૧૦૦

[email protected]

સ્ત્રોત: junagadh.nic.in

જિલ્લા વિકાસ અધિકારી (DDO), જૂનાગઢ

શ્રી જયંત સિંહ રાઠૌર

Shri Jayant Singh Rathore

સ્ત્રોત: junagadhdp.gujarat.gov.in

પ્રાંત અધિકારી (SDM), કેશોદ

શ્રી રજની આર. ઠુમ્મર

Shri Rajni R. Thummar

૦૨૮૭૧ ૨૩૪૦૧૮

[email protected]

સ્ત્રોત: junagadh.nic.in

મામલતદાર, કેશોદ

શ્રી એસ. આર. મહેતા

Shri S. R. Mehta

૦૨૮૭૧ ૨૩૬૦૪૩

[email protected]

સ્ત્રોત: junagadh.nic.in

તાલુકા વિકાસ અધિકારી (TDO), કેશોદ

શ્રી એમ. પી. ચૌહાણ

Shri M. P. Chauhan

૦૨૮૭૧ ૨૩૫૭૪૨

[email protected]

સ્ત્રોત: junagadhdp.gujarat.gov.in

અધિકારીઓની બદલી વારંવાર થાય છે — ચકાસણી: ૨૧-૧૧-૨૦૨૬. દરેક ગામના સરપંચ અને તલાટીના નંબર →

ખાસ નોંધ

Keshod.in સરકારી વેબસાઇટ નથી અને કોઈ રાજકીય પક્ષ કે ઉમેદવાર સાથે જોડાયેલી નથી. અહીંની માહિતી ચૂંટણી પંચ, લોકસભા, જિલ્લા/પંચાયતની સત્તાવાર વેબસાઇટ અને વિકિપીડિયા પરથી છે (દરેક વિભાગ નીચે સ્ત્રોત લિંક). કંઈ ખોટું કે જૂનું લાગે તો જણાવો — તરત સુધારીશું.

વારંવાર પૂછાતા પ્રશ્નો

કેશોદના ધારાસભ્ય કોણ છે?

૮૮-કેશોદ વિધાનસભા બેઠકના ધારાસભ્ય દેવાભાઈ પુંજાભાઈ માલમ (ભાજપ) છે. તેઓ ૨૦૧૭ અને ૨૦૨૨ માં ચૂંટાયા.

કેશોદના સાંસદ કોણ છે?

કેશોદ પોરબંદર લોકસભા બેઠકમાં આવે છે. તેના સાંસદ ડૉ. મનસુખ માંડવિયા (ભાજપ, ૨૦૨૪) છે.

કેશોદ કઈ લોકસભા બેઠકમાં આવે છે — જૂનાગઢ કે પોરબંદર?

પોરબંદર (૧૧). કેશોદ જૂનાગઢ જિલ્લામાં હોવા છતાં લોકસભા માટે પોરબંદર બેઠકમાં છે.

૨૦૨૨ ની કેશોદ વિધાનસભા ચૂંટણીનું પરિણામ શું હતું?

દેવાભાઈ પુંજાભાઈ માલમ (ભાજપ) ૫૫,૮૦૨ મત સાથે ૪,૨૦૮ મતથી જીત્યા; હીરાભાઈ જોટવા (કોંગ્રેસ) બીજા ક્રમે રહ્યા.

કેશોદ તાલુકા પંચાયતના પ્રમુખ કોણ છે?

જૂનાગઢ જિલ્લા પંચાયતની વેબસાઇટ મુજબ માલતીબેન ભરતભાઈ ઓડેદરા.

જૂનાગઢના કલેક્ટર કોણ છે?

શ્રી યોગેશ ચૌધરી, IAS (જૂનાગઢ જિલ્લાની સત્તાવાર વેબસાઇટ મુજબ). કચેરી ફોન: ૦૨૮૫ ૨૬૩૬૧૦૦.

કોઈ માહિતી ખોટી, જૂની કે વાંધાજનક લાગે છે? WhatsApp પર જણાવો · સંપર્ક