ચોરવાડ
ચોરવાડનો દરિયાકિનારો અને નવાબનો જૂનો ઉનાળુ મહેલ જાણીતો છે. ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીનું જન્મસ્થળ પણ ચોરવાડ છે.

વિશે
- પ્રકાર
- દરિયાકિનારો
- કેશોદથી (રસ્તા માર્ગે)
- ૩૬.૨ કિમી
- સમય
- ૨૯ મિનિટ ડ્રાઇવ
- સીધું અંતર
- ૩૧.૭ કિમી
- દિશા
- દક્ષિણ કેશોદથી
- અક્ષાંશ-રેખાંશ
- ૨૧.૦૧૬૭, ૭૦.૨૩૩૩
નકશો
વિકિપીડિયા અનુસાર
ચોરવાડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જૂનાગઢ જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા માળીયા હાટીના તાલુકામાં આવેલું એક નગર છે. નગરના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. અહીં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. અહીં નાગરવેલનાં પાન તથા નારિયેળ (સ્થાનિક ભાષામાં નાઘેર)ની પણ ખેતી થાય છે, જેને વાડી કે બગીચો કહેવામાં આવે છે. અહીં પ્રાથમિક શાળા, નગરપાલિકા, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. નજીકનું રેલવે સ્ટેશન ચોરવાડ રોડ (કોડ: CVR) છે.



