Keshod.in વિશે
Keshod.in કેશોદ શહેર અને તાલુકા માટેની સ્વતંત્ર માહિતી વેબસાઇટ છે — ૫૩ ગામ, ૧૪૮ જોવાલાયક સ્થળો, અંતર, હવામાન, સમાચાર અને ઉપયોગી સેવાઓ ગુજરાતી અને અંગ્રેજીમાં.
અમે કોણ છીએ
આ સાઇટનું સંચાલન અને વિકાસ TWOCOMPO TECHNOLOGIES PRIVATE LIMITED કરે છે. અમારો હેતુ કેશોદ પંથકની વિખરાયેલી માહિતી એક જગ્યાએ, બંને ભાષામાં અને મફતમાં ઉપલબ્ધ કરાવવાનો છે.
માહિતી ક્યાંથી આવે છે?
- ગામ અને સ્થળોની માહિતી — ગુજરાતી અને અંગ્રેજી વિકિપીડિયા (CC BY-SA 4.0) તથા Wikidata.
- નકશા, હોસ્પિટલો, સ્ટેશન — OpenStreetMap (ODbL).
- રસ્તા માર્ગે અંતર અને સમય — OSRM રૂટિંગ.
- હવામાન — Open-Meteo (CC BY 4.0).
- સમાચાર — GDELT પ્રોજેક્ટ ઓપન ડેટા.
- બજાર ભાવ — data.gov.in (Agmarknet).
- ફોટા — Wikimedia Commons; દરેક ફોટા નીચે ફોટોગ્રાફર અને લાઇસન્સ દર્શાવેલ છે.
અપડેટ કેવી રીતે થાય છે?
ગામ અને સ્થળોની માહિતી દર અઠવાડિયે, સમાચાર દર થોડા કલાકે અને હવામાન દર વખતે પાનું ખોલો ત્યારે લાઇવ અપડેટ થાય છે. વિકિપીડિયા કે OpenStreetMap પર સુધારો કરો તો તે આપમેળે અહીં આવી જાય છે — એ જ સૌથી સારો રસ્તો છે તમારા ગામની માહિતી સુધારવાનો.
સૂચના
માહિતી સ્વયંસંચાલિત રીતે ખુલ્લા સ્ત્રોતોમાંથી એકત્ર થાય છે. મહત્વના નિર્ણય પહેલાં સત્તાવાર સ્ત્રોતમાંથી ખાતરી કરવી. કોઈ ભૂલ જણાય કે સૂચન હોય તો twocompo.com મારફતે સંપર્ક કરો.
સંપર્ક, જાહેરાત અને વાંધા
અમારો સંપર્ક શા માટે?
જાહેરાત અને બિઝનેસ લિસ્ટિંગ
કેશોદ અને તાલુકાના લોકો સુધી પહોંચવા માંગતા વેપારીઓ, દુકાનો, હોસ્પિટલો, શાળાઓ, હોટેલ, ટ્રાવેલ્સ અને સેવા આપનારાઓ માટે Keshod.in પર જાહેરાત અને લિસ્ટિંગની સુવિધા છે. દર અને વિકલ્પો માટે કૉલ કે WhatsApp કરો.
તમારા ગામની માહિતી ઉમેરો
તમારા ગામનો ઇતિહાસ, મંદિર, મેળા, જાણીતી વ્યક્તિઓ કે ફોટા ઉમેરવા હોય તો અમને મોકલો — યોગ્ય ચકાસણી પછી ગામના પાના પર મુકાશે.
સહયોગ અને સૂચનો
સ્થાનિક સંસ્થાઓ, પત્રકારો, ફોટોગ્રાફરો અને કેશોદ પ્રેમીઓ — નવો વિભાગ, નવો ડેટા સ્ત્રોત કે સુધારાનું સૂચન હોય તો જરૂર લખો.
માહિતીમાં સુધારો કે વાંધો
આ સાઇટની માહિતી વિકિપીડિયા, OpenStreetMap જેવા જાહેર સ્ત્રોતોમાંથી આપમેળે લેવામાં આવે છે. કોઈ માહિતી, ફોટો, નામ કે વિગત ખોટી લાગે, વાંધાજનક હોય કે તમારા અધિકારનો ભંગ કરતી હોય, તો પાનાની લિંક સાથે ઈ-મેઇલ કરો: [email protected]
અમે ચકાસીને તાત્કાલિક સુધારો કરીશું અથવા દૂર કરીશું. વિકિપીડિયા કે OpenStreetMap પર સીધો સુધારો કરશો તો તે પણ અહીં આપમેળે આવી જશે.