ઉપયોગની શરતો અને અસ્વીકરણ
Keshod.in વાપરવાની શરતો, માહિતીની મર્યાદા અને જાહેરાત નીતિ.
છેલ્લો સુધારો: ૨૧-૧૧-૨૦૨૬
વેબસાઇટનો ઉપયોગ
Keshod.in (TWOCOMPO TECHNOLOGIES PRIVATE LIMITED દ્વારા સંચાલિત) વાપરીને તમે આ શરતો સ્વીકારો છો. આ સાઇટ કેશોદ શહેર, તાલુકો અને આસપાસના વિસ્તારની સામાન્ય જાણકારી માટે મફત ઉપલબ્ધ છે.
સરકારી વેબસાઇટ નથી
Keshod.in એક ખાનગી, સ્વતંત્ર માહિતી વેબસાઇટ છે. તે ભારત સરકાર, ગુજરાત સરકાર, જૂનાગઢ જિલ્લા વહીવટ, કેશોદ નગરપાલિકા કે કોઈ સરકારી કચેરી સાથે જોડાયેલી નથી અને તેમના વતી કામ કરતી નથી. સરકારી સેવા માટે સંબંધિત કચેરી કે સત્તાવાર પોર્ટલનો સીધો સંપર્ક કરો.
માહિતી ક્યાંથી આવે છે
આ સાઇટ પરની માહિતી બે રીતે આવે છે:
- જાહેર રીતે ઉપલબ્ધ માહિતી — સરકારી અને સત્તાવાર વેબસાઇટ, data.gov.in, RBI, India Post, વિકિપીડિયા, OpenStreetMap, Open-Meteo, તેમજ વ્યવસાયોની પોતાની વેબસાઇટ / સોશિયલ પેજ અને ઇન્ટરનેટ પરની જાહેર ડિરેક્ટરીમાં પહેલેથી પ્રકાશિત માહિતી. મોટા ભાગની વિગત સાથે તેનો સ્ત્રોત દર્શાવ્યો છે.
- લોકોએ મોકલેલી માહિતી — દુકાન, વ્યવસાય કે સંસ્થાના માલિક / અધિકૃત વ્યક્તિ, કે સ્થાનિક નાગરિકો WhatsApp, કૉલ કે ઈ-મેઇલથી જે માહિતી, ફોટો કે લોગો મોકલે તે યોગ્ય ચકાસણી પછી મૂકવામાં આવે છે. માહિતી મોકલનાર ખાતરી આપે છે કે તે સાચી છે અને તે શેર કરવાનો તેમને અધિકાર છે; તેની સચ્ચાઈ અને કાનૂની જવાબદારી મોકલનારની રહે છે.
માહિતીની ચોકસાઈ (Disclaimer)
અમે સાચી માહિતી આપવા પૂરો પ્રયત્ન કરીએ છીએ, પણ સાઇટ પરની બધી માહિતી "જેમ છે તેમ" (as is) આપવામાં આવે છે. અંતર, સમય, હવામાન, બજાર ભાવ, નામ, સરનામાં, ફોન નંબર કે અન્ય વિગતો સંપૂર્ણ સાચી, પૂર્ણ કે અદ્યતન હોવાની કોઈ ખાતરી (warranty) અમે આપતા નથી — અધિકારી બદલાય, દુકાન બંધ થાય કે નંબર બદલાય એવું બને. મહત્વના નિર્ણય (મુસાફરી, ખેતી, વેપાર, ખરીદી, તબીબી કે કાનૂની બાબત) પહેલાં સંબંધિત કચેરી કે વ્યક્તિ પાસેથી જાતે ખાતરી કરો. કાયદાની મર્યાદામાં, આ માહિતીના ઉપયોગથી થતા કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ નુકસાન માટે Keshod.in કે TWOCOMPO TECHNOLOGIES PRIVATE LIMITED જવાબદાર નથી.
યાદીમાં નામ = ભલામણ નથી
કોઈ દુકાન, હોસ્પિટલ, શાળા, સંસ્થા કે વ્યક્તિનું નામ યાદીમાં હોવું એ તેની ભલામણ, ગુણવત્તાની ખાતરી કે અમારી ભાગીદારી નથી. યાદીનો ક્રમ રેન્કિંગ નથી. તેમની સેવા, ભાવ કે વ્યવહારની જવાબદારી તેમની પોતાની છે.
ફોન નંબરનો ઉપયોગ
સાઇટ પરના ફોન નંબર જાહેર સ્ત્રોતમાં પહેલેથી ઉપલબ્ધ છે અથવા માલિકે પોતે આપેલા છે, અને તે ફક્ત સંબંધિત કામ માટે સંપર્ક કરવા છે. તેનો ઉપયોગ સ્પામ, માર્કેટિંગ મેસેજ, હેરાનગતિ કે ગેરકાયદે હેતુ માટે કરવો પ્રતિબંધિત છે. કોઈ ત્રીજી વ્યક્તિ નંબરનો દુરુપયોગ કરે તો તેની જવાબદારી તે વ્યક્તિની છે.
સાઇટનો યોગ્ય ઉપયોગ
સાઇટની આખી માહિતી કે ડેટાબેઝ સ્વયંસંચાલિત રીતે કૉપિ (scraping) કરવી, ખોટી માહિતી મોકલવી કે બીજાના નામે માહિતી મોકલવી મંજૂર નથી. ખોટી કે બીજાના અધિકારનો ભંગ કરતી માહિતી મોકલનાર તેનાથી થતા નુકસાન માટે જવાબદાર રહેશે.
જાહેરાતો
"જાહેરાત" લખેલાં બેનર ચૂકવણી કરેલી જાહેરાતો છે. જાહેરાત આપનાર વ્યવસાયનાં ઉત્પાદન, સેવા, ભાવ કે દાવાની જવાબદારી તે વ્યવસાયની છે; Keshod.in તેની ભલામણ કે ગેરંટી આપતું નથી. ખરીદી કે ચુકવણી પહેલાં જાતે ખાતરી કરો.
બહારની લિંક
સાઇટ પર સરકારી પોર્ટલ, સમાચાર અને અન્ય વેબસાઇટની લિંક છે. તે સાઇટ્સની સામગ્રી, સેવા કે ગોપનીયતા નીતિ પર અમારું નિયંત્રણ નથી.
કૉપિરાઇટ અને લાઇસન્સ
વિકિપીડિયાનું લખાણ CC BY-SA 4.0 હેઠળ, નકશા માહિતી OpenStreetMap (ODbL) હેઠળ અને ફોટા Wikimedia Commons ના જે-તે લાઇસન્સ હેઠળ છે — દરેક ફોટા નીચે ફોટોગ્રાફર અને લાઇસન્સ દર્શાવેલ છે. સાઇટની ડિઝાઇન, લોગો અને પોતાનું લખાણ TWOCOMPO TECHNOLOGIES PRIVATE LIMITED ની માલિકીનું છે. સ્પોન્સરના લોગો તેમના માલિકોના ટ્રેડમાર્ક છે.
વાંધો, સુધારો કે માહિતી દૂર કરાવવી (ફરિયાદ નિવારણ)
કોઈ માહિતી, ફોટો, નામ કે નંબર ખોટો, જૂનો, વાંધાજનક કે તમારા અધિકારનો ભંગ કરતો લાગે, અથવા તમારી પોતાની માહિતી દૂર કરાવવી હોય, તો પાનાની લિંક સાથે [email protected] અથવા WhatsApp 98248 34704 પર જણાવો. અમે સામાન્ય રીતે ૨૪ કલાકમાં ફરિયાદનો સ્વીકાર કરીએ છીએ અને ચકાસીને વહેલી તકે (વધુમાં વધુ ૧૫ દિવસમાં) સુધારીએ કે દૂર કરીએ છીએ. માલિકની વિનંતી પર તેમની દુકાન / સંસ્થાની માહિતી તરત દૂર કરવામાં આવે છે.
લાગુ કાયદો
આ શરતો ભારતના કાયદા (માહિતી ટેકનોલોજી કાયદો, ૨૦૦૦ અને ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન કાયદો, ૨૦૨૩ સહિત) મુજબ લાગુ પડે છે; કોઈ વિવાદ માટે જૂનાગઢ, ગુજરાતની અદાલતોનું અધિકારક્ષેત્ર રહેશે. જરૂર પડે ત્યારે શરતો બદલાઈ શકે છે; નવો સુધારો આ પાના પર મુકાશે.