બાલાગામ Balagam
બાલાગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકામાં બાંટવા નજીક આવેલું એક નાનું નગર છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.
ગામની માહિતી
- તાલુકો
- કેશોદ
- જિલ્લો
- જૂનાગઢ, ગુજરાત
- કેશોદથી (રસ્તા માર્ગે)
- ૨૮.૬ કિમી · ૨૭ મિનિટ ડ્રાઇવ
- સીધું અંતર
- ૧૭.૪ કિમી
- દિશા
- વાયવ્ય કેશોદથી
- પિન કોડ
- ૩૬૨૨૨૦
- મુખ્ય વ્યવસાય
- ખેતમજૂરી, ખેતી અને પશુપાલન
- મુખ્ય પાક
- ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલી અને રજકો
- સુવિધાઓ
- પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી અને દૂધની ડેરી
- અક્ષાંશ-રેખાંશ
- ૨૧.૩૬૬૭, ૭૦.૧૦૦૦
નકશો
બાલાગામનું હવામાન
લોડ થઈ રહ્યું છે…
બાલાગામ વિશે
બાલાગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકામાં બાંટવા નજીક આવેલું એક નાનું નગર છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે
વધુ માહિતી
બાલાગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકામાં બાંટવા નજીક આવેલું એક નાનું નગર છે.
ઇતિહાસ
મુસ્લિમ શાસન સમયે આ ગામનું નામ ઘેબનપુર હતું અને વસ્તી સંપૂર્ણપણે મુસ્લિમ સમુદાયની હતી. ત્યારબાદ નિર્જન બન્યા પછી ગામને સોરઠીયા આહીર બાલા ભેડાએ ફરી વસાવ્યું અને તે પરથી ગામનું નામ બાલાગામ પડ્યું. જોકે અન્ય મત મુજબ આ ગામ ઉંચાઇ પર વસેલું હોવાથી તેનું નામ બાલાગામ પડ્યું છે. બ્રિટિશ શાસન સમયે આ ગામ સોલંકી રાજપૂતોના શાસનમાં હતું. બાલાગામ જૂનાગઢ હેઠળ આવતો અલગ મહેસુલ ઉપવિભાગ હતો.
જોવાલાયક સ્થળો
અહીં માર્ગી સાધુઓના દાસ બાવા પંથનું દાસારામ મંદિર તથા જળ સમાધિ સ્થાન આવેલા છે, જેમને આહીર અને સગર લોકો પૂજે છે. દાસ એક વખત ગામમાં નહાવા ગયા અને પછી ફરી દેખાયા નહી. તેમનાં અનુયાયીઓ તેઓ સ્વર્ગમાં ગયા હોવાનું માને છે. તેમની પાઘડી કૂવા પાસે મળી આવી, જેને તેઓ આજે પણ પૂજે છે.
ગામથી એકાદ માઇલ પૂર્વે વાસણદેવીનું મંદિર આવેલું છે જે વડનગરના નાગર બ્રાહ્મણ જોશીપુરા સમાજની કુળદેવી ગણાય છે.
નજીકનાં ગામ
બધું જુઓ →આસપાસનાં જોવાલાયક સ્થળો
બધું જુઓ →માહિતી સ્ત્રોત: સ્ત્રોત: વિકિપીડિયા (CC BY-SA 4.0) · English Wikipedia · Wikidata · OpenStreetMap · OSRM


