ધાર્મિક સ્થળ

દાસારામ મંદિર, બાલાગામ

બાલાગામમાં માર્ગી સાધુઓના દાસ બાવા પંથનું દાસારામ મંદિર તથા જળ સમાધિ સ્થાન આવેલાં છે, જેને આહીર અને સગર સમાજ પૂજે છે.

વિશે

પ્રકાર
ધાર્મિક સ્થળ
કેશોદથી (રસ્તા માર્ગે)
૨૮.૬ કિમી
સમય
૨૭ મિનિટ ડ્રાઇવ
સીધું અંતર
૧૭.૪ કિમી
દિશા
વાયવ્ય કેશોદથી
અક્ષાંશ-રેખાંશ
૨૧.૩૬૬૭, ૭૦.૧૦૦૦

Google Maps પર જુઓ કેશોદથી રસ્તો

નકશો

વિકિપીડિયા અનુસાર

મુસ્લિમ શાસન સમયે આ ગામનું નામ ઘેબનપુર હતું અને વસ્તી સંપૂર્ણપણે મુસ્લિમ સમુદાયની હતી. ત્યારબાદ નિર્જન બન્યા પછી ગામને સોરઠીયા આહીર બાલા ભેડાએ ફરી વસાવ્યું અને તે પરથી ગામનું નામ બાલાગામ પડ્યું. જોકે અન્ય મત મુજબ આ ગામ ઉંચાઇ પર વસેલું હોવાથી તેનું નામ બાલાગામ પડ્યું છે. બ્રિટિશ શાસન સમયે આ ગામ સોલંકી રાજપૂતોના શાસનમાં હતું. બાલાગામ જૂનાગઢ હેઠળ આવતો અલગ મહેસુલ ઉપવિભાગ હતો.

અહીં માર્ગી સાધુઓના દાસ બાવા પંથનું દાસારામ મંદિર તથા જળ સમાધિ સ્થાન આવેલા છે, જેમને આહીર અને સગર લોકો પૂજે છે. દાસ એક વખત ગામમાં નહાવા ગયા અને પછી ફરી દેખાયા નહી. તેમનાં અનુયાયીઓ તેઓ સ્વર્ગમાં ગયા હોવાનું માને છે. તેમની પાઘડી કૂવા પાસે મળી આવી, જેને તેઓ આજે પણ પૂજે છે.

ગામથી એકાદ માઇલ પૂર્વે વાસણદેવીનું મંદિર આવેલું છે જે વડનગરના નાગર બ્રાહ્મણ જોશીપુરા સમાજની કુળદેવી ગણાય છે.

સ્ત્રોત: વિકિપીડિયા (CC BY-SA 4.0)

નજીકનાં બીજાં સ્થળો

બધું જુઓ →

દાસારામ મંદિર, બાલાગામનું હવામાન

લોડ થઈ રહ્યું છે…

બીજાં ધાર્મિક સ્થળ