માણેકવાડા Manekvada

  • ગામ · તાલુકો કેશોદ
  • જિલ્લો જૂનાગઢ
  • ૧૧ કિમી રસ્તા માર્ગે · ૯ મિનિટ
  • ઉત્તર · કેશોદથી
  • પિન કોડ ૩૬૨૨૨૨

માણેકવાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.

ગામની માહિતી

તાલુકો
કેશોદ
જિલ્લો
જૂનાગઢ, ગુજરાત
કેશોદથી (રસ્તા માર્ગે)
૧૧ કિમી · ૯ મિનિટ ડ્રાઇવ
સીધું અંતર
૧૦.૧ કિમી
દિશા
ઉત્તર કેશોદથી
પિન કોડ
૩૬૨૨૨૨
મુખ્ય વ્યવસાય
ખેતમજૂરી, ખેતી અને પશુપાલન
મુખ્ય પાક
ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલી અને રજકો
સુવિધાઓ
પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી અને દૂધની ડેરી
અક્ષાંશ-રેખાંશ
૨૧.૩૯૦૪, ૭૦.૨૭૧૭

Google Maps પર જુઓ કેશોદથી રસ્તો

નકશો

માણેકવાડાનું હવામાન

લોડ થઈ રહ્યું છે…

માણેકવાડા વિશે

માણેકવાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

વધુ માહિતી

લોકસાહિત્યમાં ઉલ્લેખ

સ્થાનીય લોકબોલીમાં "સીમાડે સરપ ચિરાણો" તેવો રૂઢિ પ્રયોગ પ્રચલિત છે. તે પાછળની કથામાં આ ગામનો ઉલ્લેખ આવે છે. તે કથા અનુસાર મઘરવાડા અને માણેકવાડા નામનાં ચારણ લોકોનાં બે ગામ વચ્ચે સીમાડાનો કજિયો હતો. વિવાદને ચાલતે બન્ને ગામના લોકોમાંથી કોઈ પણ નમતું આપવા તૈયાર ન હોવાથી જરીફો આવતા ત્યારે સીમાડા નક્કી કરી ન શકાતા. આવા જ એક સમયે જ્યારે જરીફો ત્યાં આવ્યા ત્યારે વિવાદ લડાઈ સુધી વણસી પડ્યો. તે સમયે ત્યાંથી એક સાપ પસાર થયો અને લોકોએ તેમને દેવતા માની સીમાડા નક્કી કરવા વિનંતિ કરી. સાપે પોતાની વક્ર ગતિ છોડી સીધી સીમા નક્કી કરી આપી, પણ વચ્ચે તેમના વડવાઓએ રોપેલ એક કેરડાનું વૃક્ષ આવ્યું. જો તે કેરડાની બાજુએથી પસાર થાય તો બે માંથી એક ગામને અન્યાય થવાનો સંભવ હતો આથી સાપ તે ઝાડ પર ટોચ સુધી ચડ્યો. ટોચ પરનો ઠુંઠો નાગની ફેણમાં ભરાયો, આથી વૃક્ષ પર ઉતરતા તે સાપના બે ચીરા પડી ગયા. અને "સીમાડે સરપ ચિરાણો" એવી લોકવાયકા બની. માણેકવાડા ગામની નદીને સામે તીર એ સર્પની દેરી છે. લોકો ‘માલ’ નામે ઓળખે છે. ઘણાં કાઠિયાવાડી કુટુંબોના એ કુલદેવતા છે, વર-કન્યાની છેડાછેડી પણ ત્યાં જઈને છોડાય છે.

અન્ય માહિતી

જાણીતા ડાયરો કલાકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીનો જન્મ આ ગામમાં થયો હતો.

નજીકનાં ગામ

બધું જુઓ →

આસપાસનાં જોવાલાયક સ્થળો

બધું જુઓ →

માહિતી સ્ત્રોત: સ્ત્રોત: વિકિપીડિયા (CC BY-SA 4.0) · Wikidata · OpenStreetMap · OSRM