મઘરવાડા Magharvada
મઘરવાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.
ગામની માહિતી
- તાલુકો
- કેશોદ
- જિલ્લો
- જૂનાગઢ, ગુજરાત
- કેશોદથી (રસ્તા માર્ગે)
- ૧૩.૪ કિમી · ૧૩ મિનિટ ડ્રાઇવ
- સીધું અંતર
- ૮.૫ કિમી
- દિશા
- ઈશાન કેશોદથી
- પિન કોડ
- ૩૬૨૨૧૫
- મુખ્ય વ્યવસાય
- ખેતમજૂરી, ખેતી અને પશુપાલન
- મુખ્ય પાક
- ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલી અને રજકો
- સુવિધાઓ
- પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી અને દૂધની ડેરી
- અક્ષાંશ-રેખાંશ
- ૨૧.૩૬૮૯, ૭૦.૨૯૦૬
નકશો
મઘરવાડાનું હવામાન
લોડ થઈ રહ્યું છે…
મઘરવાડા વિશે
મઘરવાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
વધુ માહિતી
લોકસાહિત્યમાં ઉલ્લેખ
સ્થાનીય લોકબોલીમાં "સીમાડે સરપ ચિરાણો" તેવો રૂઢિ પ્રયોગ પ્રચલિત છે. તે પાછળની કથામાં આ ગામનો ઉલ્લેખ આવે છે. તે કથા અનુસાર મઘરવાડા અને માણેકવાડા (તા. કેશોદ)નામનાં ચારણ લોકોનાં બે ગામ વચ્ચે સીમાડાનો કજિયો હતો. વિવાદને ચાલતે બન્ને ગામના લોકોમાંથી કોઈ પણ નમતું આપવા તૈયાર ન હોવાથી જરીફો આવતા ત્યારે સીમાડા નક્કી કરી ન શકાતા. આવા જ એક સમયે જ્યારે જરીફો ત્યાં આવ્યા ત્યારે વિવાદ લડાઈ સુધી વણસી પડ્યો. તે સમયે ત્યાંથી એક સાપ પસાર થયો અને લોકોએ તેમને દેવતા માની સીમાડા નક્કી કરવા વિનંતિ કરી. સાપે પોતાની વક્ર ગતિ છોડી સીધી સીમા નક્કી કરી આપી, પણ વચ્ચે તેમના વડવાઓએ રોપેલ એક કેરડાનું વૃક્ષ આવ્યું. જો તે કેરડાની બાજુએથી પસાર થાય તો બે માંથી એક ગામને અન્યાય થવાનો સંભવ હતો આથી સાપ તે ઝાડ પર ટોચ સુધી ચડ્યો. ટોચ પરનો ઠુંઠો નાગની ફેણમાં ભરાયો, આથી વૃક્ષ પર ઉતરતા તે સાપના બે ચીરા પડી ગયા. અને "સીમાડે સરપ ચિરાણો" એવી લોકવાયકા બની. માણેકવાડા ગામની નદીને સામે તીર એ સર્પની દેરી છે. લોકો ‘માલ’ નામે ઓળખે છે. ઘણાં કાઠિયાવાડી કુટુંબોના એ કુલદેવતા છે, વર-કન્યાની છેડાછેડી પણ ત્યાં જઈને છોડાય છે.
નજીકનાં ગામ
બધું જુઓ →આસપાસનાં જોવાલાયક સ્થળો
બધું જુઓ →પ્રાચીન શિવ મંદિર, બડોદર
માણેકવાડા — “માળ” સ્થાનક અને ભીખુદાન ગઢવીનું ગામ
શ્રીરામ મંદિર, અગતરાય
પ્રતીકાત્મક ફોટોકેશોદ હવાઈમથક (એરપોર્ટ)
પ્રતીકાત્મક ફોટોકેશોદ માર્કેટિંગ યાર્ડ (APMC)
પ્રતીકાત્મક ફોટોકેશોદ રેલવે સ્ટેશન
કેશોદ GSRTC બસ સ્ટેન્ડ
પીપલાણા દીક્ષાધામ
માહિતી સ્ત્રોત: સ્ત્રોત: વિકિપીડિયા (CC BY-SA 4.0) · Wikidata · OpenStreetMap · OSRM