ઐતિહાસિક

હુઝૂર પેલેસ, પોરબંદર

પોરબંદરના મહારાણા નટવરસિંહજીએ ૨૦મી સદીની શરૂઆતમાં દરિયાકિનારે બંધાવેલો યુરોપિયન શૈલીનો મહેલ. અંદર પ્રવેશ મર્યાદિત છે, બહારથી અને ચોપાટીથી જોવા મળે છે.

હુઝૂર પેલેસ, પોરબંદર
ફોટો: Jethwarp, CC BY-SA 3.0

વિશે

પ્રકાર
ઐતિહાસિક
કેશોદથી (રસ્તા માર્ગે)
૧૦૩.૯ કિમી
સમય
૧ કલાક ૨૨ મિનિટ ડ્રાઇવ
સીધું અંતર
૭૫.૫ કિમી
દિશા
વાયવ્ય કેશોદથી
અક્ષાંશ-રેખાંશ
૨૧.૬૨૮૦, ૬૯.૬૧૩૦

Google Maps પર જુઓ કેશોદથી રસ્તો

નકશો

વિકિપીડિયા અનુસાર

હુઝુર મહેલ અથવા હુઝૂર પેલેસ એ ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં પોરબંદરમાં આવેલો એક મહેલ છે. તેનું બાંધકામ પોરબંદરના રજવાડાના છેલ્લા મહારાજા રાણા નટવરસિંહજી દ્વારા કરાવવામાં આવ્યું હતું. ૨૦ મી સદીની શરૂઆતના વર્ષોમાં આકાર પામેલી આ ઈમારત પર સ્પષ્ટ યુરોપિયન પ્રભાવ જોવા મળે છે. આ મહેલનો ઉપયોગ હવે લંડનમાં રહેતા મહારાજાના પરિવારના અનુગામીઓ દ્વારા કરવામાં આવે છે. નવરાત્રીના તહેવાર દરમિયાન નગરના લોકો પોરબંદરના પૂર્વ મહારાજા અને મહારાણીની 'નજર ઉતારવા' અથવા આદર આપવા માટે મહેલના મેદાનમાં લાઈન લગાડે છે.

સ્ત્રોત: વિકિપીડિયા (CC BY-SA 4.0)

નજીકનાં બીજાં સ્થળો

બધું જુઓ →

બીજાં ઐતિહાસિક