ધાર્મિક સ્થળ

ખોડિયાર માતાજી મંદિર, સવની

વેરાવળ તાલુકાના સવની ગામથી ૪ કિમી દૂર સવની–ભેરાળા માર્ગે આવેલું ખોડિયાર માતાજીનું મંદિર, જેની સામે જ ચોમાસામાં ઘાઘરિયો ધોધ વહે છે. વેરાવળથી ૧૮ કિમી.

ખોડિયાર માતાજી મંદિર, સવની
ફોટો: Thevijaysinh, CC BY-SA 4.0

વિશે

પ્રકાર
ધાર્મિક સ્થળ
કેશોદથી (રસ્તા માર્ગે)
૫૮.૯ કિમી
સમય
૪૯ મિનિટ ડ્રાઇવ
સીધું અંતર
૪૪.૩ કિમી
દિશા
અગ્નિ કેશોદથી
અક્ષાંશ-રેખાંશ
૨૦.૯૫૦૬, ૭૦.૪૫૪૭

Google Maps પર જુઓ કેશોદથી રસ્તો

નકશો

વિકિપીડિયા અનુસાર

ખોડિયાર મંદિર, સવની ભારત દેશના પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યનાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સવની ગામે આવેલ છે, જે વેરાવળ થી ૧૮ કિ.મી. તથા સવની થી ૪ કિ.મી. ના અંતરે સવની-ભેરાળા રોડ ઉપર આવેલું છે. આ મંદિરની સામે જ પાણીનો ધોધ આવેલો છે. જે ઘાગરીયા ધોધ તરીકે પ્રખ્યાત છે. જેથી આ મંદિર ઘાગરીયા ખોડિયાર અથવા સવની ખોડિયાર મંદિર તરીકે આજુ-બાજુ ના વિસ્તારોમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ મંદિર ચોતરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ધેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે. કહેવાય છેકે ઘાગરીયા ધોધના સ્થળે માતા ખોડીયાર પ્રગટ થયાં હતાં. માઇભકતો દર રવિવારે આ શકિતપીઠ જેવા જ તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન-અર્ચન પાઠ-વિધિ કરે છે. આ ઉપરાત મંદિરની બાજુમાંથી વહેતી ગીરની ગાંડી નદી કહેવાતી હિરણ નદી વહે છે. આ નદી પર ઘાગરીયા ધોધ આવેલો છે. ચોમાસાની ઋતુ દરમિયાન ધોધ જોવાલાયક સ્થળ છે. ઘાગરીયા ધોધમાં માં ખોડિયારનું વાહન કહેવાતા એવા મગરો પણ જોવા મળે છે.

સ્ત્રોત: વિકિપીડિયા (CC BY-SA 4.0)

નજીકનાં બીજાં સ્થળો

બધું જુઓ →

બીજાં ધાર્મિક સ્થળ