કુદરતી

ઓસમ ડુંગર, પાટણવાવ

ધોરાજી તાલુકાના પાટણવાવ પાસેનો ડુંગર, જેના પર ટપકેશ્વર અને ભીમનાથ મહાદેવ તથા ટોચ પર માત્રી માતાજીનું મંદિર છે. લોકમાન્યતા તેને પાંડવોના વનવાસ સાથે જોડે છે; ટ્રેકિંગ અને પ્રકૃતિ શિબિરો માટે જાણીતું સ્થળ.

ઓસમ ડુંગર, પાટણવાવOsam Hill, Patanvav
ચિત્રાત્મક રજૂઆત — આ સ્થળનો સાચો ફોટો નથી.

વિશે

પ્રકાર
કુદરતી
કેશોદથી (રસ્તા માર્ગે)
૫૩.૬ કિમી
સમય
૪૯ મિનિટ ડ્રાઇવ
સીધું અંતર
૩૮.૯ કિમી
દિશા
ઉત્તર કેશોદથી
અક્ષાંશ-રેખાંશ
૨૧.૬૫૦૦, ૭૦.૨૮૩૩

Google Maps પર જુઓ કેશોદથી રસ્તો Google Maps પર ફોટા જુઓ

આ સ્થળનો તમે જાતે પાડેલો ફોટો છે? WhatsApp પર મોકલો — તમારા નામ સાથે અહીં મૂકીશું. ફોટો મોકલો →

નકશો

વિકિપીડિયા અનુસાર

ઓસમ ડુંગર સૌરાષ્ટ્રમાં આવેલા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ નજીક આવેલ જોવાલાયક સ્થળ છે. અહિંયા પ્રકૃતિ શિબિર પણ યોજવામાં આવે છે. સ્થાનિક લોકોની માન્યતા પ્રમાણે આ ઐતિહાસિક ઓસમ ડુંગર પર મહાભારત કાળના અનેક અવશેષો જોવા મળે છે. પાંડવો વનવાસ દરમિયાન ઓસમ પર્વત પર રોકાયા હતા. એમની માન્યતા પ્રમાણે પાંડવોના વનવાસ દરમિયાન હિડમ્બા પણ આજ ઓસમ પર્વત પર રહેતી હતી, તેથી ભીમની આંખ તેની સાથે લડી ગઈ હતી. બન્નેના પ્રેમ-મિલાપ વેળાએ ભીમે હિડમ્બાને હિચકો જોરથી નાંખતા, હિડમ્બા ઓસમ પર્વત પરથી છેક નીચે તળેટીમાં ઉછળીને પડી હતી. તળેટીમાં પડતા હિડમ્બાના હાડકા ભાંગી ગયેલા અને તેથી જ આ જગ્યા પર ગામનું નામ હાડફોડી પડેલું, જે ગામ આજે પણ તળેટીમાં મોજુદ છે. આ ઉપરાંત પાંડવોએ બાંધેલું ટપકેશ્વર મહાદેવનું મંદિર તેમજ તેની પાસે આવેલો પાણી ભરેલો હોજ, જેમાં સતત પાણી ડુંગર પરથી ટપક્યા કરે છે. આ ઉપરાંત પટાંગણમાં આવેલી ભીમની થાળી આજે પણ જોઈ શકાય છે. જો કે કાળક્રમે આ ભીમ થાળી આડી થઈ ગઈ છે.

સ્ત્રોત: વિકિપીડિયા (CC BY-SA 4.0) · માહિતી મેળવ્યાની તારીખ: ૨૨-૧૧-૨૦૨૬

નજીકનાં બીજાં સ્થળો

બધું જુઓ →

બીજાં કુદરતી

કોઈ માહિતી ખોટી, જૂની કે વાંધાજનક લાગે છે? WhatsApp પર જણાવો · સંપર્ક