ધાર્મિક સ્થળ

દ્વારકાધીશ મંદિર

ચારધામમાંનું એક દ્વારકાધીશ મંદિર ગોમતી નદીના કિનારે આવેલું છે. બેટ દ્વારકા અને નાગેશ્વર જ્યોતિર્લિંગ પણ નજીકમાં છે.

દ્વારકાધીશ મંદિર
ફોટો: Vishnupranay.k, CC BY-SA 4.0

વિશે

પ્રકાર
ધાર્મિક સ્થળ
કેશોદથી (રસ્તા માર્ગે)
૨૧૧ કિમી
સમય
૨ કલાક ૩૭ મિનિટ ડ્રાઇવ
સીધું અંતર
૧૬૮.૭ કિમી
દિશા
વાયવ્ય કેશોદથી
અક્ષાંશ-રેખાંશ
૨૨.૨૩૭૯, ૬૮.૯૬૭૬

Google Maps પર જુઓ કેશોદથી રસ્તો

નકશો

વિકિપીડિયા અનુસાર

દ્વારકાધીશ મંદિર અથવા જગત મંદિર અથવા દ્વારકાધીશ એ એક હિન્દુ મંદિર છે, જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે. શ્રી કૃષ્ણ અહીં દ્વારકાધીશ અથવા 'દ્વારકાના રાજા' નામથી પૂજાય છે. આ મંદિર ગુજરાતના દ્વારકા, ખાતે આવેલું છે, જે ચારધામ તરીકે ઓળખાતી હિન્દુ તીર્થયાત્રાના તીર્થોમાંનું એક છે. સાત માળ ધારવતા આ મંદિર ૬૦ થાંભલાઓ ઉપર રચાયેલું છે. આ મંદિરને જગત મંદિર અથવા નિજ મંદિર તરીકે ઓળખવામાં આવે છે, પુરાતત્વીય તારણો સૂચવે છે કે તે ૨,૦૦૦ - ૨,૨૦૦ વર્ષ જૂનું છે. ૧૫ મી - ૧૬ મી સદીમાં મંદિરનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. દ્વારકાધીશ મંદિર એક પુષ્ટિમાર્ગ મંદિર છે, તેથી તે વલ્લભાચાર્ય અને વિઠ્ઠલેશનાથે બનાવેલ માર્ગદર્શિકા અને ધાર્મિક વિધિઓનું પાલન કરે છે.

સ્ત્રોત: વિકિપીડિયા (CC BY-SA 4.0)

નજીકનાં બીજાં સ્થળો

બધું જુઓ →

બીજાં ધાર્મિક સ્થળ