ધાર્મિક સ્થળ

ખીમેશ્વર મહાદેવ મંદિર, કુછડી

પોરબંદરથી ૧૦ કિમી દૂર કુછડી ગામ પાસે અરબી સમુદ્રના કિનારે આવેલું પ્રાચીન મંદિર-સંકુલ — રાજ્ય પુરાતત્વ વિભાગનું રક્ષિત સ્મારક. દરિયા અને મંદિરનું સંયોજન સાંજે ખાસ જોવા જેવું.

ખીમેશ્વર મહાદેવ મંદિર, કુછડી
ફોટો: Ashok modhvadia, CC BY-SA 4.0

વિશે

પ્રકાર
ધાર્મિક સ્થળ
કેશોદથી (રસ્તા માર્ગે)
૧૨૧.૧ કિમી
સમય
૧ કલાક ૩૨ મિનિટ ડ્રાઇવ
સીધું અંતર
૮૪.૧ કિમી
દિશા
વાયવ્ય કેશોદથી
અક્ષાંશ-રેખાંશ
૨૧.૬૭૮૫, ૬૯.૫૪૮૩

Google Maps પર જુઓ કેશોદથી રસ્તો

નકશો

વિકિપીડિયા અનુસાર

ખીમેશ્વર મહાદેવ મંદિર, ભારત દેશના પશ્ચિમી રાજ્ય ગુજરાતના પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના કુછડી ગામ પાસે આવેલું છે. પોરબંદરથી ૧૦ કિ.મી. દૂર, અરબી સમુદ્રના કિનારે આવેલું આ મંદિરોનું સંકુલ ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક ‍(S-GJ-145) જાહેર કરાયેલું છે. આ સંકુલમાં પુરાતત્વની દૃષ્ટિએ અગત્યનાં એવાં કુલ સાત મંદિરો આવેલાં છે: જેમાં પ્રવેશદ્વાર પાસે જ પ્રથમ ધીંગેશ્વર મહાદેવનું મંદિર જે ચૈતન્ય બારીના શિલ્પો ધરાવે છે. પછી મુખ્ય ખીમેશ્વર મંદિર જે ચૈતન્ય બારીવાળું સાતમી સદીમાં નિર્માણ પામેલું છે. બાજુમાં વલભી શીખર ધરાવતું નવદુર્ગા મંદિર છે જે પુરાતત્વ વિભાગ અનુસાર સમગ્ર ગુજરાતમાં અદ્વિતિય છે. સામે પાર્વતીનું મંદિર છે જે ચૈતન્ય બારીવાળા બે ગવાક્ષો ધરાવતું સાતમી સદીમાં નિર્માણ પામેલું મંદિર છે. તેની બાજુમાં દ્રવિડશૈલીનું શિખર ધરાવતું સુર્ય રાંદલ મંદિર છે જે પણ સાતમી સદીમાં નિર્માણ પામેલું છે.

સ્ત્રોત: વિકિપીડિયા (CC BY-SA 4.0)

નજીકનાં બીજાં સ્થળો

બધું જુઓ →

બીજાં ધાર્મિક સ્થળ