ધાર્મિક સ્થળ

ખોડિયાર માતાજી મંદિર, ગળધરા

ધારી પાસે શેત્રુંજી નદીની ખીણ (ગળધરા)માં આવેલું ખોડિયાર માતાજીનું મૂળ સ્થાનક — ઊંચી ભેખડો, ખોડિયાર ડેમ અને ચોમાસામાં ધોધ સાથે અદ્ભુત કુદરતી સ્થળ. ગીર જંગલની સરહદે.

વિશે

પ્રકાર
ધાર્મિક સ્થળ
કેશોદથી (રસ્તા માર્ગે)
૯૯.૪ કિમી
સમય
૧ કલાક ૩૪ મિનિટ ડ્રાઇવ
સીધું અંતર
૮૨.૫ કિમી
દિશા
પૂર્વ કેશોદથી
અક્ષાંશ-રેખાંશ
૨૧.૩૬૦૪, ૭૧.૦૪૬૨

Google Maps પર જુઓ કેશોદથી રસ્તો

નકશો

વિકિપીડિયા અનુસાર

ખોડિયાર માતાજીનું ગળધરા મંદિર ભારત દેશનાં પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યનાં અમરેલી જિલ્લા નાં ધારી ગામથી આશરે પાંચેક કિ.મી.નાં અંતરે શેત્રુંજી નદી ને કાંઠે ખુબજ પ્રભાવશાળી મંદિર આવેલુ છે. અહીં શેત્રુંજી નદી ની વચ્ચે ખુબ ઉંડો પાણીનો ધરો આવેલો છે. તેને ગળધરો અથવા કાળીપાટ ઘુનો પણ કહેવાય છે. ત્યાં ઘુનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણનાં ઝાડ નીચે આઈ શ્રી ખોડિયાર માતાજી સ્થાપનાં થયેલી છે. આ નદીને કિનારે હાલ મોટુ મંદિર બનાવવામાં આવ્યુ છે. તેમજ ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે. આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલ છે. જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્ર ભરમાં ઓળખાય છે. આ ડેમનું પાણી આજુબાજુ ગામનાં ખેડુતોને ખેતીમાં સિંચાઈ તરીકે અપાય છે. અમરેલી જીલ્‍લાની સૌથી મોટી નદી શેત્રુંજી છે. તે ગીરની ચાંચાંઇ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે. તેના ઉપર ખોડિયાર ડેમ ૧૯૬૭ માં બાંધવામાં આવેલ છે અને તે ૩૨ મિલિયન ધનમિટર સંગ્રહશકિત ધરાવે છે.

સ્ત્રોત: વિકિપીડિયા (CC BY-SA 4.0)

નજીકનાં બીજાં સ્થળો

બધું જુઓ →

બીજાં ધાર્મિક સ્થળ